Entertainment News/ સુપરસ્ટાર નયનતારાએ ‘ટૉક્સિક’ માટે મુંડન કરાવ્યું? તિરુપતિથી વાયરલ થયેલી તસવીરોનું સત્ય સામે આવ્યું

સાઉથ અભિનેત્રી નયનતારા (Nayanthara) ની ગંજી લુકમાં વાયરલ થયેલી તસવીરોએ ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી છે. શું તેણે ‘ટૉક્સિક’ માટે મુંડન કરાવ્યું છે કે આ AI ની કરામત છે? જાણો આ વાયરલ તસવીરોનું પૂરૂં સત્ય.

Entertainment
Nayanthara Did he really get his head shaved

Entertainment News : સાઉથ સિનેમાની ‘લેડી સુપરસ્ટાર’ નયનતારા (Nayanthara)હાલમાં સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મો કરતાં પણ વધુ એક વાયરલ તસવીરને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. ઈન્ટરનેટ પર તેની કેટલીક એવી તસવીરો ધૂમ મચાવી રહી છે, જેમાં તે તિરુપતિ મંદિર (Tirupati Temple) બહાર સંપૂર્ણપણે ગંજી (મુંડન કરાવેલા) અવતારમાં જોવા મળી રહી છે. આ તસવીરો જોતા જ ચાહકોમાં આશ્ચર્ય સર્જાયું હતું કે શું તેણે આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ કે કોઈ મન્નત માટે ખરેખર પોતાના વાળ ઉતરાવી દીધા છે?

Nayanthara

Nayanthara : વાયરલ તસવીરો પાછળનું સાચું સત્ય 

વાયરલ થઈ રહેલી આ તસવીરો (Photos)પાછળનું સત્ય કંઈક અલગ જ છે. યુઝર્સે તસવીરોને બારીકાઈથી ચકાસતા માલૂમ પડ્યું કે આ કોઈ વાસ્તવિક ફોટોગ્રાફ્સ નથી પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવેલા ફેક ફોટોઝ છે.

આ અસલી તસવીરો ગત એપ્રિલ મહિનાની છે, જ્યારે નયનતારા પોતાના પતિ વિગ્નેશ શિવન સાથે તિરુમલા મંદિર દર્શન કરવા પહોંચી હતી.મૂળ તસવીરમાં છેડછાડ કરીને AI ટૂલ વડે તેના વાળ દૂર કરી દેવાયા હતા. ચતુર યુઝર્સે ફોટો પર રહેલો AI વોટરમાર્ક પણ પકડી પાડ્યો હતો.


આ પણ વાંચો :પ્રિયંકા ચોપરાએ 40 પ્લસની ઉંમર અંગે વ્યક્ત કર્યો વિચિત્ર પણ રસપ્રદ અનુભવ: સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ

આ પણ વાંચો :ગોવિંદા-સુનીતા આહુજા વિવાદમાં સોમી અલીની એન્ટ્રી: ‘હીરો નંબર 1’ ના બચાવમાં કહી આ મોટી વાત

આ પણ વાંચો :રાષ્ટ્રગીત-રાષ્ટ્રગાનમાં જ ગૂંચવાયા મુકેશ ખન્ના: ‘જન ગણ મન’ પરનું નિવેદન વાયરલ