Entertainment News : બોલીવુડના સુપરસ્ટાર ગોવિંદા (Govinda)અને તેમની પત્ની સુનીતા આહુજા વચ્ચેનો કૌટુંબિક વિવાદ (Family dispute)હાલમાં સોશિયલ મીડિયા અને બી-ટાઉનમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. લગ્નેતર સંબંધો અને વધતી ઉંમર અંગે સુનીતા આહુજા દ્વારા કરાયેલા કટાક્ષ વચ્ચે હવે સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ અને ભૂતપૂર્વ અભિનેત્રી સોમી અલી ગોવિંદાના ખુલ્લા સમર્થનમાં આવી ગઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને ગોવિંદાના ટેલેન્ટ અને સ્વભાવના વખાણ કર્યા છે.
Govinda : સોમી અલીએ ગોવિંદાના સમર્થનમાં શું કહ્યું?
સોમી અલી (Somy Ali)એ ગોવિંદા સાથેની પોતાની જૂની યાદગાર તસવીરોનું કોલાજ શેર કરતા લખ્યું કે, તે ગોવિંદાને અંગત અને વ્યાવસાયિક બંને સ્તરે સારી રીતે ઓળખે છે. ચિચી (ગોવિંદા) હિન્દી સિનેમા (Hindi cinema)ની સૌથી અદ્ભુત પ્રતિભાઓમાંના એક છે અને તે ખૂબ જ વિનમ્ર વ્યક્તિત્વ ધરાવે છે. સોમીના જણાવ્યા મુજબ, કોઈ કલાકાર પોતાની કળા અને રોજીરોટી માટે સતત કામ કરતો રહે તે સન્માનજનક બાબત છે, તેનો અનાદર ન થવો જોઈએ.

ઉંમર અને નાની એક્ટ્રેસ સાથે કામ કરવા પર કરી સ્પષ્ટતા
પોસ્ટમાં આગળ સોમીએ ઉમેર્યું કે, ટેલેન્ટની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. નાની વયની અભિનેત્રીઓ સાથે કામ કરવું એ કોઈ ગુનો કે ભેદભાવ નથી, પરંતુ કલાકારની ક્ષમતા તેના કૌશલ્યથી નક્કી થાય છે. જ્યારે ઇન્ડસ્ટ્રી કે સગાં-સંબંધીઓ કોઈની ઉંમરને લઈને તાણા મારે, ત્યારે પણ હાર માન્યા વગર આગળ વધવું એ જ સાચા કલાકારની ઓળખ છે. સોમીએ સ્પષ્ટ કર્યું કે તેના મનમાં ગોવિંદા અને સુનીતા બંને માટે માન છે.
શું હતો સમગ્ર વિવાદ?
તાજેતરમાં ગોવિંદા તેમની સહ-કલાકાર કોમલ રાણી સ્વર્ણકાર સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. ત્યારબાદ સુનીતા આહુજાએ આ સંબંધો અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ગોવિંદા પર ‘સુગર ડેડી’ હોવાનો કટાક્ષ કર્યો હતો. આ અંગે ગોવિંદાએ પણ વળતો પ્રહાર કરતા સુનીતાને પોતાની મર્યાદા જાળવવાની અને પાપારાઝી સામે જાહેરમાં અપશબ્દો ન બોલવાની સલાહ આપી હતી.
આ પણ વાંચો :રાષ્ટ્રગીત-રાષ્ટ્રગાનમાં જ ગૂંચવાયા મુકેશ ખન્ના: ‘જન ગણ મન’ પરનું નિવેદન વાયરલ
આ પણ વાંચો :અભિનેત્રી અનન્યા રાજનું 27 વર્ષની ઉંમરે નિધન: પરિવારએ એક મહિના બાદ કરી માહિતી જાહેર
આ પણ વાંચો :‘ગદર’ પછી કેમ અટકી ગયુ હતુ સની દેઓલનુ કરિયર? સફળતા અને રાજકારણ પર તોડ્યું મૌન
