Entertainment News/ અભિનેત્રી અનન્યા રાજનું 27 વર્ષની ઉંમરે નિધન: પરિવારએ એક મહિના બાદ કરી માહિતી જાહેર

મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી અને સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી અનન્યા રાજ (Ananya Raj)નું 27 વર્ષની ઉંમરે નિધન થયું છે

India Top Stories Entertainment
મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી અને સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી અનન્યા રાજ (Ananya Raj)નું 27 વર્ષની ઉંમરે નિધન થયું છે

Entertainment News : મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી અને સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી અનન્યા રાજ (Ananya Raj)નું 27 વર્ષની ઉંમરે નિધન થયું છે. આ સમાચાર સામે આવતા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીનું નિધન એક મહિના પહેલા થયું હતું, પરંતુ તેના પરિવારજનોએ હવે આ માહિતી જાહેર કરી છે.

અનન્યાનું મૃત્યુ (Ananya Raj Death)ઊંઘ દરમિયાન થયું

અનન્યા રાજના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે અભિનેત્રીએ 15 જુલાઈ, 2026ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. પોસ્ટ અનુસાર અનન્યાનું મૃત્યુ (Ananya Raj Death)ઊંઘ દરમિયાન થયું હતું. આ સમાચાર એક મહિના સુધી જાહેર ન થતાં અનેક ચાહકો માટે આ જાણકારી ચોંકાવનારી સાબિત થઈ છે.

પરિવાર દ્વારા શેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે અનન્યા રાજ છેલ્લા કેટલાક સમયથી શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહી હતી. પરિવારના જણાવ્યા મુજબ તેણે અંતિમ ક્ષણ સુધી હિંમતપૂર્વક સંઘર્ષ કર્યો હતો. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ કે અન્ય તબીબી વિગતો અંગે કોઈ વધારાની માહિતી આપવામાં આવી નથી.

અનન્યા રાજે (Ananya Raj)વર્ષ 2016માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે ‘7 અવર્સ ટુ ગો’, ‘ફાઇનલ એક્ઝિટ’ અને ‘ઘોસ્ટ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. હિન્દી ફિલ્મો ઉપરાંત તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પણ તેણે પોતાની ઓળખ બનાવી હતી. ફિલ્મો સિવાય અનન્યા અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી.

અભિનેત્રી (Bollywood Actress)ના અચાનક નિધનના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને સહકલાકારો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અનન્યાના અવસાનથી મનોરંજન જગતે એક યુવા કલાકાર ગુમાવ્યો છે.


આ પણ વાંચો : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીની આજે Death Anniversery, 5 વર્ષ થવા છતાં અભિનેત્રીનું મોત આજે પણ એક રહસ્ય

આ પણ વાંચો :તુનિષા શર્મા બાદ વધુ એક અભિનેત્રીનું મોત, લૂંટફાટ અટકાવવા પર બદમાશોએ કર્યો ગોળીબાર, ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો : લોકપ્રિય ટીવી અભિનેત્રીનું રોડ અકસ્માતમાં મોત, ઘરે જતી વખતે ડમ્પરે મારી ટક્કર