Gujarat surat/ ગ્રાહક બની દુકાનમાં ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઇ, CCTV આવ્યા સામે

સુરત નાના વરાછા વિસ્તારમાં આવેલી શ્યામધામ સોસાયટીમાં કાપડની દુકાનમાં ત્રણ મહિલાઓ આવી દુકાન માલિકની નજર ચૂકવી સાડીઓ ની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

Top Stories Gujarat Breaking News

Surat News: સુરત નાના વરાછા વિસ્તારમાં આવેલી શ્યામધામ સોસાયટીમાં કાપડની દુકાનમાં ત્રણ મહિલાઓ આવી દુકાન માલિકની નજર ચૂકવી સાડીઓ ની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલે દુકાનદારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પોલીસ એ સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે

સુરતમાં નાના વરાછા વિસ્તારમાં સાડીઓની દુકાન આવેલી છે આ દુકાનોમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા માટે આવતી હોય છે જેમાં આ મહિલાઓ વચ્ચે એક મહિલા ચોર ગેંગ સક્રિય થઈ છે ત્રણ જેટલી મહિલાઓ દુકાનદારની નજર ચૂકવી સાડીઓની ચોરી કરતી સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે આ સમગ્ર ઘટના સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી શ્યામધામ સોસાયટીમાં 401 નંબરની પલ ડ્રેસીસ નામની કાપડની દુકાનમાં ઘટી હતી દુકાનની અંદર મહિલાઓ સાડી જોવાના બહાને આવે છે ત્રણ જેટલી મહિલાઓ દુકાને અંદર આવી એક બાદ એક સાડીઓ જોવાનો ડોળ કરે છે.. દુકાનદાર નું ધ્યાન વાતોમાં હોય છે ત્યારે એક મહિલા બાળક લઈને આવે છે અને બીજી મહિલાને આ બાળક સોંપે છે તે દરમિયાન એક મહિલા જે પાછળ સાડીઓ જોતી હોય છે તેમની આડી ઊભી રહી એક ડ્રેસનું કાપડ ફેલાવીને જોવા લાગે છે.

તે દરમિયાન પાછળ ઊભેલી મહિલા કેટલીક સાડીઓ પોતાની પાસે રહેલી થેલીમાં મૂકી દે છે ત્યારબાદ વાતો કરી આ ત્રણેય મહિલા દુકાનમાંથી નીકળી અને ફરાર થઈ જાય છે. મહિલાઓના ગયા બાદ સ્ટોક ઓછો થયો હોવાની આશંકાએ દુકાનદારે સ્ટોક ચેક કર્યો હતો.. એમાં તેમને સ્ટોક ઓછો લાગતા સીસીટીવી ફૂટેજ તપાસીયા હતા.. એમાં આ ત્રણેય મહિલાઓ કરામત કરતી નજરે પડી હતી દુકાનદારે આ ત્રણેય મહિલાઓ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સરથાણા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત દોડશે

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ