શ્રદ્ધા વાલકર મર્ડર કેસને (Shradhha walkar murder case) લઈને બોલિવૂડ ડિરેક્ટર રામગોપાલ વર્માએ (Ramgopal varma) વિવાદાસ્પદ ટ્વીટ કરતા જણાવ્યું છે કે જો આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કર્યા છે તો આફતાબના 70 ટુકડા થવા જોઈએ. ઉલ્લેખનીય છે કે રામગોપાલ વર્મા આમ પણ વિવાદાસ્પદ ટ્વીટ કરવા માટે જાણીતા છે.
શ્રદ્ધા વાલકરના મર્ડર કેસના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. લિવ-ઈન (Live in) રિલેશનશિપમાં રહેતી શ્રદ્ધાની હત્યા તેના પાર્ટનર એટલે કે બોયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ (Poonawala)કરી હતી. આટલું જ નહીં, બાદમાં આફતાબે શ્રદ્ધા વાલ્કરના મૃતદેહના 35 ટુકડા કરી ફ્રિજમાં મૂકી દીધા અને બાદમાં દિલ્હીના મહેરૌલીના જંગલોમાં એક પછી એક ફેંકવાનું શરૂ કર્યું.
શ્રદ્ધા વોકર મર્ડર કેસ પર પોતાનો અભિપ્રાય રાખતા બોલિવૂડ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અનેક ટ્વિટ કરી છે. રામ ગોપાલ વર્માએ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું કે- શાંતિથી આરામ કરવાને બદલે તેણી (શ્રદ્ધા વોકર) એક આત્મા તરીકે પરત આવીને તેના (આફતાબ પૂનાવાલા)ના 70 ટુકડા કરી દે.
અન્ય એક ટ્વિટમાં રામ ગોપાલ વર્માએ એમ પણ લખ્યું છે કે- આ પ્રકારની ક્રૂર હત્યાઓ માત્ર કાયદાના આધારે રોકી શકાતી નથી, પરંતુ જો પીડિત આત્માઓ મૃત્યુ પછી પાછા આવે છે અને તેમના હત્યારાઓને મારી નાખે છે, તો ચોક્કસ આ ક્રૂર હત્યાઓ રોકી શકાય છે. હું ભગવાનને વિનંતી કરું છું કે તે આ અંગે વિચાર કરે અને જરૂરી પગલાં લે. આ ટ્વિટ દ્વારા રામ ગોપાલ વર્માએ શ્રદ્ધા વોકરના હત્યારા આફતાબ પૂનાવાલા સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.
શ્રદ્ધા વોકર તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ગઈ અને આફતાબ પૂનાવાલા સાથે મુંબઈથી દિલ્હી આવી. આ બંને યુગલો કોલ સેન્ટરમાં કામ કરવા લાગ્યા હતા, પરંતુ શ્રદ્ધાને આફતાબને લગ્ન માટે વારંવાર અટકાવવાનું પસંદ નહોતું અને તેણે શ્રદ્ધા વાલ્કરની નિર્દયતાથી હત્યા કરી હતી. શ્રધ્ધા વાલ્કર હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જોકે આરોપી આફતાબ હાલ પોલીસની કસ્ટડીમાં છે.
આ પણ વાંચો
