Rajkot News/ જસદણમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સમગ્ર ઘટના અંગે આટકોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટના જસદણ ખાતે વિરનગરમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. કોલેજમાં અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થીએ તણાવમાં રહેતા હોવાથી આપઘાત (Suicide) કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના વિરનગરમાં કોલેજમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મંથન શિયાળ નામના વિદ્યાર્થીએ અભ્યાસના ટેન્શનમાં રહેતા આપઘાત કર્યો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટના અંગે આટકોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં ડિંડોલી(Dindoli)ના નવાગામ સ્થિત કેશવ નગરમાં આજે કરૂણ ઘટના બનવા પામી છે. ધોરણ 7માં અભ્યાસ કરતા સંકેત પાટીલ નામના કિશોરે સાયકલ લઈને રમવા જતા માતાએ ઠપકો આપ્યો હતો. માતાએ ઠપકો આપતા માઠું લાગતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો હતો. સંકેત પાટીલ સરકારી શાળામાં અભ્યાસ મેળવતો હતો. પુત્રના આપઘાતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસ અગાઉ જ કચ્છના રાપરમાં 15 વર્ષીય સગીરા વિશ્વા સવજીભાઈ પરમારે આત્મહત્યા કર્યાના સમાચારે ચકચાર મચાવી દીધી હતી. શાળાની મહિલા આચાર્યના ત્રાસથી 15 વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપ હતો. આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો છે.

ભીમાસરના વણકરવાસમાં રહેનાર વિશ્વા નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઇસ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ 17મીએ સવારે 10:30થી બપોરે બે વાગ્યાના ગાળામાં આ કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. આ કિશોરીની જે-તે વખતે દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતની ગવાન મહાવીર કોલેજમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

આ પણ વાંચો:સુરતમાં 13 વર્ષના કિશોરને માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાધો

આ પણ વાંચો:આણંદની હોસ્ટેલમાં 21 વર્ષના કાશ્મીરી વિદ્યાર્થીએ કર્યો આપઘાત, કારણ અકબંધ