Surat News: સુરત (Surat) શહેરમાં 13 વર્ષના કિશોરને માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિવારમાં પુત્રના આપઘાતથી શોક ફેલાયો છે. આ ઘટનામાં ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં ડિંડોલી(Dindoli)ના નવાગામ સ્થિત કેશવ નગરમાં આજે કરૂણ ઘટના બનવા પામી છે. ધોરણ 7માં અભ્યાસ કરતા સંકેત પાટીલ નામના કિશોરે સાયકલ લઈને રમવા જતા માતાએ ઠપકો આપ્યો હતો. માતાએ ઠપકો આપતા માઠું લાગતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો હતો. સંકેત પાટીલ સરકારી શાળામાં અભ્યાસ મેળવતો હતો. પુત્રના આપઘાતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસ અગાઉ જ કચ્છના રાપરમાં 15 વર્ષીય સગીરા વિશ્વા સવજીભાઈ પરમારે આત્મહત્યા કર્યાના સમાચારે ચકચાર મચાવી દીધી હતી. શાળાની મહિલા આચાર્યના ત્રાસથી 15 વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપ હતો. આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો છે.
ભીમાસરના વણકરવાસમાં રહેનાર વિશ્વા નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઇસ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ 17મીએ સવારે 10:30થી બપોરે બે વાગ્યાના ગાળામાં આ કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. આ કિશોરીની જે-તે વખતે દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો:રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો થવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠશે, હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી, પાકને અસર પહોંચશે
