Gujarat Weather/ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી, પાકને અસર પહોંચશે

ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાનો ભય વર્તાઈ રહ્યો છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: હવામાન (Weather) નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીની ઋતુ(Cold Season)માં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું (Unseasonal Rain) પડવાની આગાહી કરી છે, પરિણામે ખેતીના પાકને અસર થઈ શકે છે.

REVEALED: Two Unusual Factors Contributed to North India's Bone-Chilling  Cold This Winter! | Weather.com

કમોસમી વરસાદના કારણે લોકોને ભરઠંડીમાં વરસાદનો પણ સામનો કરવો પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbance)ને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, એ અસ્થિરના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી આગાહી કરી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે માવઠું પડી શકે છે. આ ઉપરાંત 28મી ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહેશે.

Unseasonal Rains Damage : Crop Losses in Maharashtra and Gujarat – Weather  News

સૂત્રો પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાનો ભય વર્તાઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે ખેતીને અસર પહોંચવાની વધુ સંભાવના છે. ખેતીને લગતા જ્યારે કામો થઈ રહ્યાં હોય, તેમાં જો વરસાદ વિલન બનીને આવે તો ઘણું નુકસાન વેઠવું પડશે. વિશેષજ્ઞોના મતે આ માવઠું ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે, ખાસ કરીને જે સમયે ખેતીના કામો ચાલી રહ્યા છે. આ દરમ્યાન ખેડૂતોને અવરોધિત માવઠા સામે સજાગ રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્ય માવઠાની અસરોથી બચવા માટે આવતીકાલના હવામાન પર સતત ધ્યાન રાખી શકાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો થવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠશે, હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: હવામાન અપડેટઃ દિલ્હી-NCRમાં ધુમ્મસ સાથે ફરી ઠંડી પડશે, સમગ્ર ઉત્તર ભારત થરથરી જશે