વિદ્યાના મંદિરમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના રામપુરા વિસ્તારમાં સામે આવ્યો છે.
રામપુર વિસ્તારમાં જે. જે. નામની સ્કૂલ આવેલી છે. જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. આ નિર્દય શિક્ષકે વિદ્યાર્થીને એટલો બેહરમીથી માર માર્યો હતો કે વિદ્યાર્થી તબીયત લથડી પડી હતી.
જો કે આ નિર્દય શિક્ષકના મારથી વિદ્યાર્થીને મોઢાના ભાગે અને ખભાના ભાગે ઇજા પહોંચી હતી. જેને લઇને આ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિદ્યાના મંદિરમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે કે પછી માર મારવામાં આવે છે તે પણ એક પ્રશ્ન છે.
