Not Set/ PNB સ્કેમ : ED દ્વારા કરાઈ રહેલી તપાસ વચ્ચે કૌભાંડી નિરવ મોદીએ ન્યુયોર્કમાં શરુ કર્યો નવો સ્ટોર

ન્યુયોર્ક, દેશની ટોચની બેંકો માની એક પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયા ઘોટાડા બાદ તપાસ એજન્સીઓ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ ઘોટાડામાં સામેલ નિરવ મોદી અને મેહુલ ચોકસી આ સ્કેમ બાદ હજી સુધી કોઈ અતોપતો હાથ જડ્યો નથી. ત્યારે આ સ્કેમના એવા મૂળ સૂત્રધાર નિરવ મોદીને વધુ એક સ્ફોટક માહિતી […]

Top Stories

ન્યુયોર્ક,

દેશની ટોચની બેંકો માની એક પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયા ઘોટાડા બાદ તપાસ એજન્સીઓ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ ઘોટાડામાં સામેલ નિરવ મોદી અને મેહુલ ચોકસી આ સ્કેમ બાદ હજી સુધી કોઈ અતોપતો હાથ જડ્યો નથી. ત્યારે આ સ્કેમના એવા મૂળ સૂત્રધાર નિરવ મોદીને વધુ એક સ્ફોટક માહિતી સામે આવી રહી છે.

એક બાજુ ભારતની તપાસ એન્જસીઓ નિરવ મોદીને શોધવા માટે કવાયત હાથ ધરી છે. બીજી બાજુ જવેલરી કિંગ નિરવ મોદીએ આ સ્કેમ બાદ પણ સોમવારે પ્રેસીડેન્ટ દિવસ નિમિત્તે અમેરિકાના ન્યુયોર્કના પોશ ઇલાકા કહેવાતા મેડીસન એવેન્યુમાં એક જવેલરી સ્ટોર શરૂ કર્યો છે. આ સ્ટોરમાં ત્રણ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જેમાં એક સિક્યુરીટી ગાર્ડ પણ છે.

મળતી માહિતી મુજબ, PNB સ્કેમના મૂળ સૂત્રધાર એવા નિરવ મોદીનો મેડીસન એવેન્યુ ખાતેનો સ્ટોર એમ્બેટીયસ બ્રેગાડોસીયો દ્વારા બાંધવામાં આવેલું એક ચમકતું ઘર છે. જે એક ક્લાસ અને જૂના સ્ટોરમાં પથરાયેલા સોના-ચાંદીના વસ્ત્રોની હરોળ કરતા એક ક્રમ ઉપરનું છે.

નિરવ મોદીનો આ સ્ટોર મેડીસન એવેન્યુના મધ્યના ભાગમાં આવેલા બ્લોકમાં આવેલો છે કે ત્યાં અમેરિકાના નામાંકિત જવેલરી સ્ટોર આવેલા છે અને તેઓ પોતાની એક વિસ્તૃત સિક્યુરિટી ધરાવે છે. નિરવ મોદીના સ્ટોર છે એ જ ઇમારતમાં કે બાજુના બ્લોકમાં ખ્યાતનામ કંપનીઓ જેવી કે ગ્રેફ,ડી બિઅર્સ, ક્વૉટ, ડેવિડ યર્મન, હ્યુબ – બ્રાઝિલના મૂળના સ્ટોર અને ટિફનીના પાંચમા એવેન્યુ પર આવેલા છે અને તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના ઘર કહેવાતા ટ્રમ્પ ટાવરની નજીક છે.

નિરવ મોદી દ્વારા જે સ્ટોર ૨૦૧૫માં સ્થાપવામાં આવ્યો હતો. જેમાં ૧૭૫૫માં સ્થાપિત થયેલી અને લકઝરી સ્વિસ વોચ મેન્યુફેક્ચર કંપની વિચરોન કોન્સ્ટેન્ટિન અને ૧૯૦૭માં સ્થાપવામાં આવેલી ડાયમન્ડ જ્વેલરી ડિઝાઇન ક્વૉટ તેમના પડોશીઓ હતા અને તેમની સાથે દિવાલની જગ્યા શેર કરતા હતા.