અરબી સમુદ્રમાં સર્જાયેલુ “વાયુ” વાવાઝોડુ હાલ ઓમાન તરફ ફંટાતા ગુજરાત ઉપર તોળાતુ સંકટ આંશીક રીતે દૂર થયું છે. આમતો ગુજરાત પર છેલ્લા 5 વર્ષમાં 7 જેટલા વાવાઝોડાના ખતરા મંડાયા હતા. પરંતુ તમામ વાવાઝોડાનાં વિનાશથી ગુજરાત બચતુ આવ્યું છે. વાયુ સહિત ચપાલા, નનૌક, અશોબા, સાગર વાવાઝડાં ફંટાઈ ગયા હતા. જયારે ઓખી અને નિલોફર વાવાઝોડો દરિયામાં જ શમી ગયા હતા.
અરબી સમુદ્રમાં વેરાવળથી 590 કિમીનાં અંતરે મધદરિયે નનૌક ચક્રવાત ૧૩મી જૂન ૨૦૧૪નાં રોજ સર્જાયું હતુ જેના પગલે રાજયના દરિયાકાંઠાના વિસ્તારો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ નનૌક ચક્રવાત ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો. ઓકટોબર ૨૦૧૪માં દિવાળી પૂર્ણ થતાં અરબ સાગરમાં હવાના ભારે દબાણે નિલોફર સર્જાયું હતુ. સૌરાષ્ટ્ર અને કચ્છ પરની તેની સંભવિત અસરોને ખાળવા માટે એક સપ્તાહ પહેલાં રાજય સરકાર અને તેના માર્ગદર્શન હેઠળ કચ્છનું વહીવટી તંત્ર આપત્તિ સામ સજ્જ રહ્યું હતુ. પરંતુ સમુદ્રએ નિલોફરને પોતાનામાં સમાવી દીધું હતું.

પૂર્વ -મધ્ય અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશનનાં પગલે ગત તા. ૧૦મી જૂન ૨૦૧૫માં અશોબા નામનું વાવાઝોડું અતિ તીવ્ર બન્યું હતુ. જે ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરની ઘાત ટળી હતી. અરબી સમુદ્રમાં ચપાલા નામનું વાવાઝોડું ૩૧ ઓકટોબર ૨૦૧૫ના રોજ સર્જાયું હતું. જે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું. તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યાં બાદ ઓખી વાવાઝોડાંએ ગુજરાત તરફ ડિસેમ્બર ૨૦૧૭માં વળ્યું હતુ. પરંતુ અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહેલું ઓખી વાવાઝોડું તામિલનાડુ, કેરળ , મહારાષ્ટ્ર અને લક્ષદ્રીપને પાર કરી ગુજરાત પહોંચતા વિખરાઈ ગયું હતુ. ગુજરાતના દરિયાકાંઠે સાગર નામનું વાવાઝોડું મે ૨૦૧૮માં સર્જાયું હતુ. પરંતુ ગુજરાત પહોંચતા પહેલા આ વાવાઝોડું યમન તરફ ફંટાઈ ગયું હતુ.

હાલમાં પણ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાયુ વાવાઝોડુ પણ ઓમાન તરફ ફંટાતા ગુજરાત ઉપરથી ખતરો હાલ પુરતો ટળ્યો છે. જો કે, તેની અસર દરિયાકાંઠા વિસ્તારમાં થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આમ નસીબદાર ગુજરાત છેલ્લા પાંચ વર્ષમાં વાયુ સહિત 7 જેટલા વાવાઝોડાના ખતરાથી બચતુ આવ્યું છે. આપને એ પણ જણાવી દઇએ કે છેલ્લે 21 વર્ષ પહેલા 9 જૂન 1998નાં રોજ કંડલા-માંડવી પર ત્રાટકેલ વાવાઝોડાએ ગુજરાતને ધમરોળી ખરતનાક વિનાશ વહેર્યો હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
