World News : ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે આયોજિત BRICS સમિટ 2026 (BRICS Summit 2026) દરમિયાન પશ્ચિમ એશિયામાં શાંતિની દિશામાં એક મોટો ભૂ-રાજકીય વળાંક આવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે નવી દિલ્હીમાં જ એક અત્યંત મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. પશ્ચિમ એશિયામાં વધી રહેલા પ્રાદેશિક સંઘર્ષ વચ્ચે બંને દેશોના ટોચના નેતાઓની આ મુલાકાતને રાજદ્વારી સ્તરે ખુબ ગંભીર અને નિર્ણાયક ગણાવવામાં આવી રહી છે.
BRICS Summit 2026 : બેઠક પર ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા અને યુદ્ધવિરામના સંકેત
આયરિશ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ દરમિયાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં ઈરાન-UAE બેઠક અંગે ખુલ્લી પ્રતિક્રિયા આપી હતી.ટ્રમ્પે જણાવ્યું હતું કે, “મને આ બેઠકથી કોઈ વાંધો નથી, તે તેમના પર નિર્ભર છે.”ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ઈરાન સાથેનો વર્તમાન સંઘર્ષ આ વર્ષે યોજાનારી અમેરિકી મધ્યસત્ર ચૂંટણીઓ (Midterm Elections) બાદ સમાપ્ત થઈ શકે છે.તેમણે દાવો કર્યો કે ઈરાન શાંતિ કરાર માટે સતત સંપર્કમાં છે, પરંતુ અમેરિકા માત્ર પોતાના હિતમાં હોય તેવો જ કરાર કરશે. યુદ્ધ સમાપ્ત થવાથી વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની સ્પષ્ટતા
ઈરાની રાષ્ટ્રપતિએ ખાડી દેશો સાથેના સંબંધો અને પ્રાદેશિક સુરક્ષા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.પેઝેશ્કિયાને સ્પષ્ટ કર્યું કે તેહરાનને UAE અથવા અન્ય કોઈપણ ખાડી દેશો સામે કોઈ મતભેદ નથી.ઈરાનનો વાંધો માત્ર પશ્ચિમ એશિયામાં આવેલા અમેરિકી સૈન્ય મથકો સામે છે, જેનો ઉપયોગ ઈરાની નેતાઓ અને માળખાકીય સુવિધાઓ પર હુમલા કરવા માટે થઈ રહ્યો છે.
BRICS નેતાઓનું ‘નવી દિલ્હી ઘોષણા 2026’
નવી દિલ્હી સમિટમાં BRICS સભ્ય દેશોના નેતાઓએ સર્વસંમતિથી ‘નવી દિલ્હી ઘોષણા 2026’ અપનાવીને શાંતિની અપીલ કરી છે.પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરીને તમામ પક્ષોને મહત્તમ સંયમ જાળવવાની વિનંતી કરવામાં આવી છે.નાગરિકો અને રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરવાની સાથે તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરીને માત્ર રાજદ્વારી વાટાઘાટો દ્વારા જ ઉકેલ લાવવા પર ભાર મુકાયો છે.
આ પણ વાંચો : બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો, 23થી વધુ જવાનોના મોતની આશંકા
આ પણ વાંચો : ખરાબ હવામાનના કારણે ઇન્ડોનેશિયામાં ફેરી ડૂબી; 1નું મોત અને શોધખોળ ચાલુ
આ પણ વાંચો : અમેરિકામાં મોંઘવારીનો માર, ડીઝલના ભાવ રેકોર્ડ સપાટીએ; ટ્રમ્પ સરકારની ચિંતા વધી
