Indonesia Ferry Accident Update: ઇન્ડોનેશિયાના જાવા સમુદ્રમાં ખરાબ હવામાન વચ્ચે પેસેન્જર ફેરી ‘વિર્ગો ટ્રાન્સપોર્ટ 8’ સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. ઘટનાની માહિતી સામે આવ્યા બાદ દરિયાઈ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી અનુસાર, ફેરીમાં કુલ 243 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 102 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અન્ય મુસાફરો હજુ લાપતા હોવાથી તેમની શોધ માટે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સુરાબાયાથી બાંઝારમાસિન જઈ રહી હતી ફેરી
‘વિર્ગો ટ્રાન્સપોર્ટ 8’ સુરાબાયાથી સાઉથ કાલિમંતનના બાંઝારમાસિન શહેર તરફ જઈ રહી હતી. ફેરીએ શનિવારે રાત્રે 10:33 વાગ્યે સુરાબાયાથી સફર શરૂ કરી હતી અને રવિવારે બપોરે 2 વાગ્યે બાંઝારમાસિન (Indonesia)પહોંચવાનું નિર્ધારિત હતું. જોકે, જાવા સમુદ્રમાં ખરાબ હવામાન વચ્ચે ફેરીનો સંપર્ક તૂટી ગયો હતો. છેલ્લી માહિતી પ્રમાણે જહાજ બાંઝારમાસિનથી આશરે 150 કિલોમીટર દક્ષિણમાં હતું. ઓપરેટર કંપની PT Virgoને રવિવારે સવારે 4:10 વાગ્યે પ્રથમ ઇમરજન્સી રિપોર્ટ મળ્યો હતો.
અનેક એજન્સીઓએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન
અકસમાતની જાણ થતાં ઇન્ડોનેશિયાની(Indonesia) સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી, નૌકાદળ, મેરિટાઇમ પોલીસ અને અન્ય વિભાગોને બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે અનેક જહાજો અને હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. જાવા સમુદ્રમાંથી પસાર થતાં અન્ય જહાજોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તેમને દરિયામાં કોઈ મુસાફર અથવા અન્ય સંકેત જોવા મળે તો તરત જ રેસ્ક્યુ ટીમને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. બાંઝારમાસિનના ત્રિસક્તિ પોર્ટ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરીના સંકલન માટે ખાસ ઓપરેશન્સ પોસ્ટ પણ શરૂ કરવામાં આવી છે.
પરિવારજનોમાં ચિંતા, લાપતા મુસાફરોની શોધ ચાલુ
ફેરીમાં સવાર લોકોના પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સુરાબાયા અને બાંઝારમાસિનના બંદરો પર કેટલાક પરિવારજનો પોતાના સ્વજનોની માહિતી મેળવવા પહોંચી રહ્યા છે. એક મુસાફરના પરિવારજનોએ જણાવ્યું કે મુસાફરી દરમિયાન મળેલા છેલ્લાં વોટ્સએપ સ્ટેટસમાં દરિયામાં ઊંચા મોજાં અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, દુર્ઘટનાનું(Indonesia) ચોક્કસ કારણ અને ફેરી સાથે શું બન્યું તેની સંપૂર્ણ વિગતો રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં તંત્રનું મુખ્ય ધ્યાન લાપતા મુસાફરોને શોધી તેમને સુરક્ષિત બહાર લાવવાનું છે.
આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં
આ પણ વાંચો: અમેરિકાની ઈરાનને ખુલ્લી ચેતવણી; સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, ઓઈલ ટેન્કરો ડુબાડી દઈશું
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો ખાસ 1 ડૉલરનો સિક્કો લોન્ચ, વેચાણ શરૂ થતાં જ થયો સ્ટોક આઉટ
