Lifestyle News : જો તમે રાત્રે રિમોટથી ટીવી બંધ કરી દો અને છતાં વીજળી (Electricity)નું મીટર ફરતું દેખાય, તો ગભરાવાની કે તરત જ ટીવીને દોષ આપવાની જરૂર નથી. મોટાભાગના લોકો એવું માને છે કે ટીવી બંધ કર્યા પછી વીજળીનો વપરાશ સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. ટીવી સહિત ઘરના અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો ‘સ્ટેન્ડબાય મોડ’ (Standby Mode) માં રહીને સતત વીજળી વાપરતા રહે છે.
Electricity : રિમોટથી ટીવી બંધ કરવું અને સ્વિચ ઓફ કરવું
આજકાલના સ્માર્ટ અને એલઈડી ટીવી રિમોટથી બંધ કર્યા પછી સંપૂર્ણપણે પાવર કટ થતા નથી.રિમોટથી ટીવી બંધ કરવા પર તે માત્ર સ્ટેન્ડબાય મોડમાં જાય છે, જેથી તમે ફરી રિમોટ દબાવો ત્યારે તે તુરંત ચાલુ થઈ શકે.આ મોડમાં ટીવીનું સેન્સર અને ઈન્ટરનલ સર્કિટ સક્રિય રહેતી હોવાથી તે ખૂબ જ નાના પ્રમાણમાં વીજળી ખેંચવાનું ચાલુ રાખે છે.પાવર સપ્લાય સંપૂર્ણપણે બંધ કરવા માટે સોકેટ પરથી જ મેઈન સ્વિચ બંધ કરવી જરૂરી છે.
માત્ર ટીવી જ નહીં, આ ઉપકરણો પણ ગાયબ કરે છે વીજળી
રાત્રે જો મીટર ચાલુ દેખાય તો તેના માટે ઘરના અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો પણ જવાબદાર હોઈ શકે છે.રેફ્રિજરેટર (Fridge), વાઈ-ફાઈ રાઉટર (Wi-Fi Router), સેટ-ટોપ બોક્સ (Set-Top Box) અને નાઈટ લેમ્પ આખી રાત પાવર વાપરે છે.ગીઝર, વોટર પ્યુરીફાયર (RO), ચાર્જર અને માઈક્રોવેવ જો પ્લગિન હોય તો તે બંધ દેખાવા છતાં વીજળી વાપરે છે..
વીજળીનો બિનજરૂરી વપરાશ અને લીકેજ કેવી રીતે તપાસશો?
જો તમને લાગે કે લાઈટ બિલ જરૂર કરતાં વધુ આવી રહ્યું છે, તો આ સરળ સ્ટેપ્સ અજમાવો.
રાત્રે ઘરના તમામ મોટા સાધનો બંધ કરી દો અને એક પછી એક પ્લગ અનપ્લગ કરીને મીટરની સ્પીડ (Meter speed) ચેક કરો.જો ઘરના તમામ ફ્રિજ, પંખા, લાઈટ અને ટીવી સ્વિચ-ઓફ હોવા છતાં મીટર ઝડપથી ચાલે, તો ઘરમાં શોર્ટ સર્કિટ કે વાયરિંગ લીકેજ હોઈ શકે છે.
વીજળીના મીટર કે ઘરમાં વાયરિંગ સાથે જાતે છેડછાડ કરવી જોખમી છે; હંમેશા સર્ટિફાઈડ ઈલેક્ટ્રિશિયન પાસે જ તપાસ કરાવવી.
આ પણ વાંચો :પોતું કરવાના પાણીમાં મિક્સ કરી દો આ વસ્તુઓ…ઘરમાં સુગંધ ફેલાશે…બેક્ટેરિયા નહિં!!
આ પણ વાંચો :તાવ વગર પણ થઈ શકે છે ડેન્ગ્યુ! જાણો એટીપિકલ ડેન્ગ્યુના અસામાન્ય લક્ષણો
આ પણ વાંચો :ડસ્ટબીન વિષયક આ 3 ભૂલો પડી શકે છે ભારે…આવતો પૈસો રોકાઈ જાય છે!!
