ધાર્મિક આસ્થા બધા ધર્મગ્રંથો સાથે જોડાયેલી હોય છે. એવામાં ધાર્મિક ગ્રંથની અનોખી કલાકૃતિ જોવા મળે તો તે અતિ સારી કહેવાય એવો જ એક ઉત્તમ દષ્ટાંત દુર્લભ બાઇબલમાં જોવા મળે છે.એક કલાકારે તેની સર્વશ્રેષ્ઠ કૃતિ રજુ કરી છે.
સ્કૉટલૅન્ડમાં એક ડ્રૉઅરમાં બાઇબલના દૃશ્ય ધરાવતી નિકોલી દા ઉર્બીનો નામના કલાકારની ડિશ મળી હતી, જે 17 લાખ ડૉલર (લગભગ 12.74 કરોડ રૂપિયા) કરતાં વધુ કિંમતે વેચાઈ હતી. બ્રિટનના લિલામી કરનારા લ્યોન ઍન્ડ ટર્નબુલે કહ્યું કે યુરોપિયન સિરૅમિક્સ નિષ્ણાતો જ્યારે લૉટ હાઉસની સામગ્રીની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમને સ્કૉટિશ બૉર્ડર્સમાં એક ઘરના ડ્રૉઅરમાંથી આ ડિશ મળી હતી, જે સેમસન અને ડેલીલાહની બાઇબલની વાર્તાનું એક દૃશ્ય દર્શાવતી હતી. આ ડિશ 1520-’23ની આસપાસ નિકોલા દા ઉર્બીનો નામના કુંભારે બનાવી હોવાનું માનવામાં આવે છે. આ ટિન-ગ્લેઝ્ડ ઇટાલિયન માટીના વાસણને હરાજી હાઉસ દ્વારા ‘અતિ દુર્લભ’ તરીકે ગણાવાયું હતું.
જેણે એને 1.09 લાખ ડોલર (લગભગ 81.71 લાખ રૂપિયા)થી 1.63 લાખ ડૉલર (લગભગ 122.19 લાખ રૂપિયા)ની વચ્ચે વેચવાની અપેક્ષા રાખી હતી. બુધવારની ઑનલાઇન હરાજી દરમ્યાન આ ડિશ 17.21 લાખ ડૉલર (લગભગ 1274.35 લાખ રૂપિયા)માં વેચાઈ હતી.
