Intimate Health & Sex journaling: સામાન્ય રીતે લોકો ડાયરી કે જર્નલ લખવાનો ઉપયોગ રોજિંદા કાર્યો, વિચારો કે આર્થિક હિસાબ રાખવા માટે કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય ‘સેક્સ જર્નલિંગ’ (Sex Journaling) વિશે સાંભળ્યું છે? સાંભળવામાં કદાચ આ પ્રયોગ થોડો અજીબ કે નવો લાગી શકે, પરંતુ મનોચિકિત્સકો અને સ્ત્રીરોગ વિજ્ઞાનીઓ (Gynecologists) ના મતે, પોતાની પર્સનલ લાઈફ અને સેક્સ લાઈફ વિશે ડાયરી લખવી એ હેલ્ધી રિલેશનશિપ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે તમારી માનસિક અને શારીરિક સુખ-શાંતિને સમજવાનું એક ઉત્તમ માધ્યમ છે.
જાણીતા મનોચિકિત્સક ડૉ. રાહુલ ખેમાણીના જણાવ્યા અનુસાર, “સેક્સ જર્નલિંગ એ માત્ર રોમાંચક પળોને યાદ રાખવાની રીત નથી, પરંતુ તમારી પર્સનલ નીડ્સ (જરૂરિયાતો) અને ફોરપ્લેના પેટર્નને સમજવાનો પણ એક બેસ્ટ રસ્તો છે.” ચાલો જાણીએ આ ખાસ આદત પાછળના 6 મહત્વના ફાયદાઓ:
અનુભવોને ઊંડાણપૂર્વક સમજવામાં મદદરૂપ
એક પર્સનલ સેક્સ જર્નલ(Sex journaling ) તમને એક એવો પ્રાઇવેટ સ્પેસ આપે છે જ્યાં તમે તમારા શારીરિક અનુભવો અને લાગણીઓને કોઈ પણ જાતના ડર વગર લખી શકો છો. આ ડાયરી તમને ગાઇડ કરે છે કે તમે કેવું અનુભવો છો અને તમારી અસલી ઈચ્છાઓ શું છે. જો તમે કોઈ રિલેશનશિપમાં ન હોવ, તો પણ તમે તમારા ભૂતકાળના અનુભવો, પર્સનલ ફેન્ટસી કે હસ્તમેથુન (Masturbation) વખતના વિચારો પર ફોકસ કરીને આ ડાયરી લખી શકો છો. ગાયનેકોલોજિસ્ટ ડૉ. અરુણા કાલરા કહે છે કે, “જર્નલિંગ(Sex journaling ) તમારી લાઈફને પ્રોસેસ કરવામાં ઘણી મદદ કરે છે.”
સેલ્ફ-અવેરનેસ (આત્મ-જાગૃતિ) માં વધારો
આ આદતથી તમે તમારા શરીર પ્રત્યે વધુ જાગૃત બનો છો. ઘણીવાર સંબંધોમાં કેટલીક એવી ભૂલો કે નકારાત્મક પેટર્ન હોય છે જે તમારી પર્સનલ લાઈફને પ્રભાવિત કરતી હોય છે, તેને ઓળખવામાં જર્નલિંગ મદદ કરે છે. ડૉ. ખેમાણી ઉમેરે છે કે, “આનાથી તમને ખબર પડે છે કે સંબંધ બાંધતા પહેલા અને પછી શું થાય છે. કદાચ તમને અહેસાસ થાય કે તમારે સંબંધ પછી તરત સુઈ જવાના બદલે થોડો પર્સનલ ટાઈમ કે નોન-સેક્સ્યુઅલ રિલેક્સેશનની જરૂર છે.”
તમારી સેક્સ ડ્રાઇવને ઓળખો(Sex journaling )
જર્નલિંગની મદદથી તમે એ સમજી શકો છો કે તમારી સેક્સ ડ્રાઇવ (Sex Drive) કેવી રીતે કામ કરે છે અને તમને ક્યારે, કેમ અને કેવા પ્રકારનો રોમાંસ વધુ ગમે છે.
શારીરિક બદલાવ ટ્રેક કરો: ડૉ. કાલરાના મતે, “પીરિયડ્સ (Periods) ના એક અઠવાડિયા પહેલા ઉત્તેજના અનુભવવી, અથવા સાયકલ પછી ક્યારેક થતો દુખાવો, કે પછી પાર્ટનર સાથે સ્લો-રોમાંસ પસંદ હોવો – આ બધી જ વાતો ડાયરીમાં નોંધવાથી તમને તમારા શરીરની એક ક્લિયર પેટર્ન સમજવામાં મદદ મળશે.”
પાર્ટનર સાથે વાતચીત કરવાનું બનશે એકદમ સરળ
જ્યારે તમે ડાયરી લખો છો, ત્યારે તમને તમારી પસંદ અને નાપસંદ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ઘણીવાર લોકો પોતાના પાર્ટનરની લાગણી દુભાશે એવા ડરથી પોતાની ઈચ્છાઓ ખુલ્લેઆમ કહી શકતા નથી અને અંદરથી અસંતુષ્ટ રહે છે. જો કે, જર્નલિંગથી(Sex journaling ) તમારી અંદર એક સ્પષ્ટતા આવે છે, જેનાથી તમે તમારા પાર્ટનર સાથે વધુ સારી રીતે અને કોઈ પણ ખચકાટ વગર કમ્યુનિકેટ કરી શકો છો, જે તમારા સેસન્સને વધુ રોમાંચક બનાવે છે.
અંગત પળોને રેકોર્ડ કરવાની બેસ્ટ જગ્યા
લાઈફના આ પર્સનલ એક્સપિરિયન્સ વિશે દરેક વખતે બેસ્ટ ફ્રેન્ડ પાસે દોડી જવું અથવા કોઈ ત્રીજી વ્યક્તિ સાથે ચર્ચા કરવી યોગ્ય નથી હોતી. તેવામાં તમારી આ સિક્રેટ જર્નલ પાર્ટનર(Sex journaling ) સાથે વિતાવેલી બેસ્ટ અને ખાસ રાતોના અનુભવોને સુરક્ષિત અને ખાનગી રાખવા માટેનું સૌથી આદર્શ સ્થળ બની જાય છે.
કોઈ પણ શરમ વગર લખો તમારી બધી જ ફેન્ટસી
તમે બેડરૂમમાં શું કરવા ઈચ્છો છો, કેવી લાગણી અનુભવવા માંગો છો, અથવા તમારા સપનાની પર્સનલ (Sex journaling ) લાઈફ કેવી છે – આ બધું જ તમે આ ડાયરીમાં નોંધી શકો છો. ડૉ. ખેમાણી સલાહ આપે છે કે, “તમે નવી વસ્તુઓ ટ્રાય કરવા વિશે વિચારી શકો છો અને તેને કોઈ પણ શરમ, સંકોચ કે ડર વગર પોતાની ડાયરીમાં નોંધી શકો છો.”
જ્યારે પણ બેડરૂમમાં કોઈ તણાવ કે નીરસતા આવી જાય, ત્યારે સેક્સ લાઈફને જર્નલ કરવી એ તમારા સંબંધોમાં ફરીથી નવો સ્પાર્ક (ઉત્સાહ) લાવવાનો એક સારો કીમિયો છે. આ પદ્ધતિ માત્ર પર્સનલ ડિસઓર્ડર્સના ઈલાજમાં જ નહીં, પરંતુ સંબંધોમાં આવેલી ખામોશીને દૂર કરવામાં પણ અકસીર સાબિત થાય છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.



