Lifestyle/ શિયાળામાં બાળકોને મેંદાના બિસ્કીટના સ્થાને હોમ મેઇડ રાગી કૂકીઝ ખવડાવો…હૅલ્ધી રેસિપી..!

રાગી કૂકીઝ…આ હૅલ્ધી રેસિપીને શિયાળામાં અવશ્ય બનાવો. રાગીને સુપરફૂડ કહેવામાં આવે છે, એમાં રહેલા પ્રોટીન અને કેલ્શિયમથી પોષણ પ્રાપ્ત થશે…

Food Health & Fitness Trending Lifestyle

Lifestyle: રાગી કૂકીઝ એક હૅલ્ધી ઓપ્શન છે. રાગી એક એવો આહાર છે કે જે કેવળ ગરમાવો પ્રદાન નથી કરતો પણ પોષણ (Nutrition)નો ખજાનો છે. રાગીની વિવિધ વાનગીઓ હૅલ્થ કોન્શિયસ લોકો અવાર-નવાર બનાવવાનું પસંદ કરતા હોય છે. જો તમે ક્યારેય રાગીની વાનગી નથી બનાવી તો આ રેસિપી (Recipe)ને ટ્રાય કરી જો જો! તમારા બાળકોને બજારના તૈયાર મેંદા વાળા બિસ્કીટ (Maida Biscuits) ખવડાવવા કરતા આ રાગી કૂકીઝ (Ragi Cookies) બનાવીને આપજો…એમને ભાવશે અને પોષણ પણ મળી રહેશે.

રાગી કૂકીઝ, હૅલ્ધી, રેસિપી

બાળકોની પ્રિય વસ્તુઓ પૈકી એક બિસ્કીટ કે કૂકિઝ હોય છે. એમને આ ખૂબ જ પસંદ પડે છે અને માતાઓ પણ એમની ભૂખને સંતોષવા માટે ફેક્ટરીઓમાં બનેલા બિસ્કીટના પેકેટ હાથમાં પકડાવી દે છે. પણ શું તમે જાણો છો ખરા કે, મહદ્ અંશે આ તૈયાર બિસ્કીટોમાં પામ ઓઇલ (Palm Oil) અને કેટલાય હાનિકારક પદાર્થો મિક્સ કરવામાં આવતા હોય છે. નાના જ નહિં પરંતુ, મોટા અને વયોવૃદ્ધ લોકો પણ ચામાં બોળીને આ બિસ્કીટ ખાવાનું પસંદ કરે છે. એમાં મેંદો, ખાંડ (Sugar) અને પામ ઓઇલ ભરપૂર હોય છે જેથી એમના વધુપડતા સેવનથી બચવું જોઇએ. ઘરમાં જ અનાજ વડે બનેલા બિસ્કીટ ખાવા હૅલ્ધી ઓપ્શન (Healthy) બની શકે છે. આવો જ એક વિકલ્પ છે રાગી કૂકીઝ! રાગીને સુપરફૂડ કહેવામાં આવે છે. એમાં પ્રચૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન (Calcium & Protein) હોય છે. શિયાળા (Winter)માં રાગી ખાવાથી શરીરમાં ગરમાવો જળવાઇ રહે છે અને બીમાર થવાથી પણ તમે બચી શકો છો. તો ચાલો હવે જાણીએ રાગી કૂકીઝની રેસિપી…

શી રીતે બનાવશો હૅલ્ધી રાગી કૂકીઝ? આ રહી રેસિપી…

રાગી કૂકીઝ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

રાગી કૂકીઝ, હૅલ્ધી, રેસિપી

સામગ્રી

500 ગ્રામ રાગીનો લોટ

500 ગ્રામ જવનો લોટ

25 ગ્રામ ગ્લુકોઝ

2 ચમચી બેકિંગ સોડા

200 મિલી પાણી

20 મિલી વેનિલા એસેન્સ

70 ગ્રામ મકાઇનો લોટ

2 ચમચી બેકિંગ પાવડર

25 ગ્રામ મિલ્ક પાવડર

300 ગ્રામ સૂકું કોપરાનું છીણ

170 ગ્રામ મેંદો

750 ગ્રામ ખાંડ

50 ગ્રામ મધ

450 ગ્રામ માખણ

રાગી કૂકીઝ, હૅલ્ધી, રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક બાઉલ લો. એમાં માખણ નાખો અને રાગીનો લોટ (Ragi Flour) મિક્સ કરો.

2. હવે એમાં ખાંડ, વેનિલા એસેન્સ અને મધ (Honey) ભેળવી દેવું.

3. ત્યાર બાદ, પાણી ઉમેરીને તમામ સામગ્રીને સારી રીતે હલાવી દેવું.

4. હવે બાકીની તમામ સામગ્રી મિક્સ કરી દેવી.

5. હવે આ મિશ્રણને ત્યાં સુધી મસળો જ્યાં સુધી એ સ્મૂધ ન બની જાય.

6. એક કલાક માટે એને ફ્રિઝમાં ઢાંકીને મૂકી દેવું.

7. હવે એક સપાટ આધાર પર એને મૂકીને વણી લો અને પછી મનપસંદ શૅપમાં કાપી લો.

8. હવે એક બેકિંગ ટ્રે ઉપર બટર પેપર વસાવી લઇને એના પર કૂકિઝને ગોઠવી દો.

9. ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખીને બૅક કરી લો.

10. 15 મિનિટ પછી એને બહાર કાઢીને ઠંડા કરીને એરટોઇટ કન્ટેનરમાં સ્ટોર કરી લેવા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઘઉંના લોટના ભટુરા શી રીતે બનાવશો? અડધા કલાકમાં તૈયાર થઇ જશે ભટુરાનો લોટ…ફટાફટ નોંધી લો રેસિપી!

આ પણ વાંચો: મખાનાને બનાવો સ્વાદિષ્ટ, ઉમેરો ફુદીના ફ્લૅવર…નોંધી લો ‘મિન્ટ મખાના’ની ચટપટી રેસિપી..!

આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…