Lifestyle/ મખાનાને બનાવો સ્વાદિષ્ટ, ઉમેરો ફુદીના ફ્લૅવર…નોંધી લો ‘મિન્ટ મખાના’ની ચટપટી રેસિપી..!

મખાનામાં પોષક તત્વોની માત્રા અત્યાધિક હોય છે પરંતુ, શું તમે ક્યારેય મખાનામાં ફુદીનાની ફ્લૅવર ઉમેરીને ખાધાં છે ખરાં? આ ‘મિન્ટ મખાના’ રેસિપીને અવશ્ય ટ્રાય…

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: ‘મિન્ટ મખાના’…નામ સાંભળ્યું તો હશે જ! પરંતુ, શું તમે ક્યારેય મખાનામાં ફુદીનાની ફ્લૅવર (Mint Flavour) ઉમેરીને ખાધાં છે ખરાં? જો નથી ખાધાં તો એક વાર આ ‘મિન્ટ મખાના’ રેસિપીને અવશ્ય ટ્રાય કરજો…

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સુપરફૂડનું સેવન કરે છે. મખાના (Makhana)માં પોષક તત્વોની માત્રા (Nutrition) અત્યાધિક હોય છે જેથી એ તમારા સ્વાસ્થ્ય માટે ઘણા જ ફાયદાકારક સિદ્ધ થઇ શકે છે. પરંતુ જો તમે ભૂંજેલા મખાના ખાઇ-ખાઇને બૉર થઇ ગયા હો તો તમારે મખાનામાં ટિ્વસ્ટ ઉમેરવાની જરુર છે. ફુદીના ફ્લૅવરવાળા મખાનાને ટેસ્ટ કરી જુઓ…તમારી જીભને એનો ચટકારો લાગી જશે! ફુદીના અને ચાટ મસાલાના ચટકારાથી તમારી તમામ સ્વાદેન્દ્રિયો (Taste Buds) ખૂલી જશે! આ સ્વાસ્થ્યસભર, ચટપટી મિન્ટ મખાના રેસિપી (Healthy Recipe) બનાવવા માટે તમારે વધારે સામગ્રીની આવશ્યકતા નહિં રહે! આ ઉપરાંત, આ રેસિપી ફટાફટ બની પણ જશે…

શી રીતે બનાવશો મિન્ટ મખાના સ્નૅક્સ?

મિન્ટ મખાના સ્નૅક્સ (Snacks) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

2 કપ મખાના

1 મોટો ચમચો ફુદીના પાઉડર

નાની ચમચી સંચળ

મીઠું સ્વાદાનુસાર

1/2 ચમચી શેકેલા જીરાનો પાઉડર

1/2 ચમચી ચાટ મસાલો

1/4 ચમચી લાલ મરચું પાઉડર

1 નાની ચમચી ઘી અને તેલ

1/2 ચમચી લીંબુનો રસ

બનાવવાની વિધિ

1. એક પૅનમાં 1 ચમચી તેલ કે ઘી (Ghee or Oil) ઉમેરીને ગૅસની ફ્લૅમને ધીમી રાખીને ગરમ થવા દો.

2. હવે પૅનમાં મખાના નાખીને એને 5 થી 8 મિનિટ સુધી સારી રીતે શેકી લો.

3. એ ક્રિસ્પી બની જાય પછી એમાં એક વાડકામાં ફુદીના પાઉડર (Mint Powder), સંચળ, શેકેલા જીરાનો પાઉડર, ચાટ મસાલો (Chat Masala), લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરી દો. આ મસાલાને સારી રીતે મિક્સ કરો.

4. હવે શેકેલા મખાનાને આ મસાલામાં મિક્સ કરીને રગદોળી દેવા. જરુર પડે તો થોડું ઘી કે તેલ ગરમ કરીને ઉમેરવું.

5. તો તૈયાર છે ચટપટા એવા મિન્ટ મખાના…એને ઠંડા કરીને કોઇ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે એનો આસ્વાદ માણી શકો છો!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!

આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!