Lifestyle Tips/ બજારના મોંઘા બ્યૂટી સોપને કહો બાય…બાય…ઘરે જ બનાવો બટાટા અને એલોવેરામાંથી બનાવો નેચરલ સાબુ..!

ચહેરા પર ખીલ અને એના કાળા ડાઘાને કારણે તથા તડકાના કારણે સ્કિન ખરાબ થઇ જાય છે. બટાટાના રસ અને એલોવેરાનો યુઝ કરીને Homemade Soap…

Trending Tips & Tricks Lifestyle
Homemade Soap...બટાટાના રસ અને એલોવેરાનો ઉપયોગ કરી બનાવો!

Lifestyle Tips: તમે ઘરે જ સાબુ બનાવી (Homemade Soap) શકો છો…થોડી મહેનત પડશે પણ પરિણામ સુંદર આવશે…બટાટાના રસ અને એલોવેરાનો યુઝ કરીને હોમમેઈડ હર્બલ સોપ બનાવી શકો છો

દરેક મહિલા ઈચ્છતી હોય છે કે એનો ચહેરો લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાય…પરંતુ આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ, પ્રદૂષણ અને તણાવ (Unhealthy Lifestyle, Pollution, Tension)ના કારણે ચહેરા પર સમય પહેલા જ કરચલીઓ, ફાઈન લાઇન્સ અને ધબ્બા દેખાવા લાગે છે. આ ઉપરાંત, ઘણા લોકોના ચહેરા પર ખીલ અને એના કાળા ડાઘા થવાને કારણે તથા તડકાના કારણે સ્કિન (Skin) પણ ખરાબ થઇ જાય છે. માર્કેટમાં મળતા મોંઘા માસ્ક, બ્યૂટી સોપ્સ અને ફેસવૉશ જોવામાં તો અત્યંત આકર્ષક લાગે છે પણ એમાં અનેક પ્રકારના કેમિકલ્સ મિક્સ કરેલા હોય છે અને જેથી ત્વચા કોમળ બનવાને બદલે ડ્રાય અને નિસ્તેજ દેખાવા લાગે છે!

આ સંજોગોમાં તમે ઘરે જ સાબુ બનાવી શકો છો…થોડી મહેનત પડશે પણ પરિણામ સુંદર આવશે…બટાટાના રસ અને એલોવેરા (Potato juice and aloe vera)નો યુઝ કરીને હોમમેઈડ હર્બલ સોપ (Herbal Homemade Soap) બનાવી શકો છો જે તમને લાંબા વપરાશ બાદ ચાળીશીમાં પણ 30ની વયના દેખાઓ એવું પરિણામ આપી શકશે!

બટાટામાં કુદરતી રુપે બ્લીચિંગ એજન્ટ, વિટામિન સી, કૅટેકોલોસ એન્ઝાઈમ અને એન્ટી-ઑક્સિડન્ટ્સ મળી આવે છે જે ડાર્ક સ્પોટ્સને હળવા કરવામાં અને ત્વચામાં કસાવ લાવવામાં મદદરુપ થાય છે. જો તમે કોઈ પણ કેમિકલ વિના તદ્દન સ્વચ્છ અને ગ્લૉઇંગ સ્કિન ઈચ્છતા હો તો ઘરે આસાનીથી બટાટાનો હર્બલ સાબુ બનાવીને વાપરી શકો છો.

શી રીતે બનાવશો બટાટા-એલોવેરાનો હોમમેઈડ હર્બલ સાબુ? (Homemade Soap)

બટાટા-એલોવેરાનો હોમમેઈડ હર્બલ સાબુ (Herbal Homemade Soap) બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

હોમમેઈડ હર્બલ સાબુ બનાવવાની સામગ્રી

સામગ્રી

1 મોટું છીણેલું બટાટું

ગ્લિસરીન સોપ બેસ અથવા મિલ્ક સોપ બેસ 150 ગ્રામ અથવા કોઈ માઈલ્ડ સાબુ

1 મોટો ચમચો એલોવેરા જેલ

1 કેપ્સ્યૂલ વિટામિન ઈ

1 નાનો ચમચો લીંબુનો રસ

અડધી ચમચી મધ

હોમમેઈડ હર્બલ સાબુ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ બટાટાને છોલીને છીણી લો અને મિક્સરમાં પીસી લો. હવે એક સુતરાઉ કપડાની કે સૂપની ચાળણીની મદદથી બટાટાનો તાજો રસ કાઢી લો.

2. આ રસમાં ત્વચાને મોઇશ્ચરાઈઝ કરવા માટે 1 કપ એલોવેરા જેલ ઉમેરો. ત્વચાનું ટૅનિંગ દૂર થાય એ માટે લીંબુનો રસ અને સ્કિનમાં ગ્લૉ તથા કુમાશ આવે એ માટે મધ અને વિટામીન ઈની કેપ્સ્યૂલનું તેલ સારી રીતે મિક્સ કરી લો.

3. ગ્લિસરીન સોપને નાના ટુકડાઓમાં કાપી લેવો અને એ ન હોય તો કોઈ પણ માઈલ્ડ સાબુના ટુકડા કરી લેવા.

4. એક વાસણમાં પાણી ઉકાળો અને એની ઉપર એક અન્ય વાસણ મૂકીને ડબલ બાઈલર મેથડથી સોબ બેસને ધીમા તાપે પીગાળી લો. અહિં સીધો જ સાબુ પીગાળવો નહિં એનું ધ્યાન રાખવું.

5. આ પીગળેલા મિશ્રણમાં તૈયાર કરેલું બટાટાના રસનું મિશ્રણ ઝડપભેર ચમચી હલાવતા મિક્સ કરી લેવું.

6. હવે એક સિલિકૉન મૉલ્ડ અથવા હળવી ગ્રીસ કરેલા પ્લાસ્ટિકના મોલ્ડમાં આ મિક્સ કરી લેવું.

7. આ મિશ્રણને 1 થી 2 કલાક સુધી રુમ ટેમ્પરેચર પર અથવા તો અડધા કલાક માટે ફ્રિઝમાં સેટ થવા માટે મૂકવું.

તો તૈયાર છે તમારો 100% નેચરલ, એન્ટી-એજીંગ અને સ્કિન બ્રાઈટનિંગ બટાટાના રસનો સાબુ (Homemade Soap)…દરરોજ સવારે અને રાત્રે ચહેરો ધોતી વખતે એને હળવા હાથે આ સાબુથી મસાજ કરવો, કેટલાક દિવસોમાં કરચલીઓ અને કાળા ડાઘ-ધબ્બા હળવા થવા લાગશે!

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!

આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…