Lifestyle/ હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!

હળદરમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, વિટામિન સી તથા કર્ક્યુમિન નામનું વિશેષ ઘટક હાજર હોય છે. ફક્ત 3 ચીજવસ્તુઓથી બનેલા આ ફેસપૅકના ઔષધીય ગુણો વરદાન…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle

Lifestyle: શું તમે પણ ગ્લોઇંગ અને ઝગારા મારતી સ્કિન મેળવવા ઇચ્છો છો? બ્યુટી પાર્લરમાં મોંઘીદાટ ટ્રીટમેન્ટ કરાવો છો? વાસ્તવમાં, કુદરતે આપણને એવી ઘણી બક્ષિસો આપેલી છે જેનો ઉપયોગ કરીને આપણું જીવન અને પર્સનાલિટી બહેતર બની શકે છે. આવી જ એક કુદરતી બક્ષિસનું નામ છે હળદર!

સ્કિન માટે વરદાન સમાન

હળદર (Turmeric)માં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, વિટામિન સી તથા કર્ક્યુમિન નામનું વિશેષ ઘટક હાજર હોય છે. હળદરને પીળો રંગ પ્રદાન કરવા ઉપરાંત કર્ક્યુમિન ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે. આટલી ગુણકારી હળદર સમગ્ર શરીર માટે ફાયદાકારક હોય તો પછી ત્વચા માટે શા માટે નહિં? તો ચાલો જાણીએ, આવી આસાનીથી ઉપલબ્ધ વસ્તુઓથી ત્વચાને શી રીતે ફાયદો મળશે એ માટેની ટિપ…

ત્વચાના નિખારમાં સુધારો લાવવા માટે તમે આ સામગ્રી વડે કેમિકલ ફ્રી ફેસપૅક (Chemical Free Face Pack) બનાવી શકો છો. જો તમારી સ્કિન પર તડકાને લીધે કે પછી સ્વિમિંગ કરવાથી ટેનિંગ થઇ ગયુ છે તો, તમારા માટે આ ફેસપૅક અકસીર સાબિત થશે. જો તમારા ચહેરા પર ડાઘા કે ઝાંય પડી છે તો, આ લેપ લગાવવાથી તે ઝાંખા થઇ શકે છે અને નિયમિત ઉપયોગથી લગભગ દૂર પણ થઇ શકે છે. સર્વાંગી રીતે જોઇએ તો ફક્ત 3 ચીજવસ્તુઓથી બનેલા આ ફેસપૅકના ઔષધીય ગુણો તમારી ત્વચા (Skin) માટે વરદાન સાબિત થઇ શકે છે.

લેપ બનાવવાની સામગ્રી

હળદર તથા ચણાનો લોટ, આ બંને હાથવગી સામગ્રીથી તમારા માટે ઘરગથ્થું ફેસપૅક બનાવવો અત્યંત સરળ બનશે. આ સો ટકા કુદરતી ફેસપૅક (Natural Facepack) બનાવવા માટે તમારે જોઇશે; માત્ર 2 ચમચી ચણાનો લોટ (Chickpea Flour), ચપટી હળદર , દહીં અને 2-3 ટીપાં ગુલાબજળ!

બનાવવાની વિધિ

સૌપ્રથમ એક વાડકીમાં ચણાનો લોટ લો. હવે એમાં થોડું દહીં (Curd) મેળવીને ઘટ્ટ પેસ્ટ જેવું બનાવી લો. એમાં ચપટી હળદર મિક્સ કરી લો. આખરે એમાં ગુલાબજળના ટીપાં (Rose Water) મિક્સ કરી લો. આ તમામ સામગ્રી સારી રીતે હલાવીને એક સ્મૂધ પેસ્ટ બનાવી લેવી.

લગાવવાની રીત

આ તદ્દન કેમિકલ ફ્રી ફેસપૅકને તમારા સમગ્ર ચહેરા પર અને ગરદન પર લગાવી દો. આ લેપને સારી રીતે અપ્લાય કરવો. ઉત્તમ પરિણામો માટે, લગભગ 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવો. 20 મિનિટ બાદ, ઠંડા પાણીથી ચહેરાને સારી રીતે ધોઇ લેવો. ત્વચામાં શો ફરક પડ્યો છે એ તમને તરત જ સમજાઇ જશે!

અહિં એ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે, પૅક લગાવતા અગાઉ પૅચ ટેસ્ટ અવશ્ય કરવો. આ માટે હાથ પર થોડોક લેપ લગાવી ચેક કરી લેવું.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો:ચોમાસામાં માખીઓ બણબણ્યા કરે છે? આ ઘરગથ્થું ટિપ્સ અજમાવો, માખીઓને ઘરમાંથી ભગાડો…

આ પણ વાંચો:દાંત પર જામેલી પીળી છારીને હટાવો, આ ઘરગથ્થું ટિપ્સથી બનાવો સફેદ-ચમકદાર…!