Surat News : સુરત ભાટપોર GIDC રીજનલ ઓફિસનો નાયબ કાર્યપાલક ઈજનેર પરિમલ ખંડુભાઈ પટેલ રૂ.50 હજારની લાંચ લેતા ACBની જાળમાં ફસાયો હતો.આ કેસની વિગત મુજબ ફરીયાદીએ સુરત ભાટપોર જી.આઇ.ડી.સી.માં બે પ્લોટ ઔદ્યોગિક હેતું માટેનાં હોવાથી જી.આઇ.ડી.સી.નાં જુના બનેલા શેડનું ડિમોલેશન કરવાનું હતું. ફરીયાદીએ તેની પરવાનગી મેળવવા અરજી કરી હતી.
જે બન્ને પ્લોટનાં શેડની ડિમોલેશનની પરવાનગી આપવાની કાર્યવાહી કરી આપવાનાં અવેજ પેટે આ કામના આરોપી નાયબ કાર્યપાલક ઈજનેર પરિમલ પટેલે ફરીયાદી પાસે રૂ.50,000ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી તેણે ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે નાયબ કાર્યપાલક ઇજનેર, રીઝનલ ઓફીસ જી.આઇ.ડી.સી. ભાટપોર સુરતની ઓફીસમાં લાંચના છટકાનું આયોજન કરાયું હતું. જેમાં પરિમલ પટેલ ફરિયાદી પાસેથી લાંચના રૂ.50,000 લેતા ઝડપાઈ ગયો હતો.
