મોકૂફ/ કોરોનાને કારણે 25 એપ્રિલના રોજ યોજાનારી શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ

રાજ્યમાં કોરોનાના કેસના આંકડા દિન-પ્રતિદિન વધતા જાય છે એટલું જ નહીં હવે કોરોનાના આંકડા 5,000ને પણ પાર નોંધવામાં આવી રહ્યા છે.ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજય ચુંટણી પંચે આગામી 25મી એપ્રિલના રોજ યોજાનારી

Top Stories Gujarat

રાજ્યમાં કોરોનાના કેસના આંકડા દિન-પ્રતિદિન વધતા જાય છે એટલું જ નહીં હવે કોરોનાના આંકડા 5,000ને પણ પાર નોંધવામાં આવી રહ્યા છે.ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજય ચુંટણી પંચે આગામી 25મી એપ્રિલના રોજ યોજાનારી ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.બોર્ડની ચૂંટણી પણ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવા માટે અમદાવાદ અને વડોદરાની શાળાઓ સાથે સંકળાયેલા હોદ્દેદારોએ બોર્ડના સચિવ એવા ચુંટણી અધિકારી સમક્ષ માંગણી કરી હતી.જેને ધ્યાને લઇ અને આ નિર્ણય લેવામાં આવ્યો હોય છે.ચૂંટણી અધિકારી ડી.એસ.પટેલે આ અંગે જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી / ચૂંટણી પંચે આ કારણથી મમતા બેનર્જી પર 24 કલાક માટે પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ

આ અંગે શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણેચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા કક્ષાના મતદાન મથકો ઉપર રોકોનારા ચૂંટણી સ્ટાફ તેમજ મતદારો એકઠા થવાના કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓને ધ્યાને લેતાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 25 એપ્રિલે યોજાનારી ચૂંટણી પ્રક્રિયાની અત્યાર સુધી પૂર્ણ થયેલ ચૂંટણી પ્રક્રિયા સિવાયની બાકી રહેલી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવે છે. ભવિષ્યમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી તારીખો જાહેર કરવામાં આવશે એમ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

કોરોના કહેર / કોરોનાના કારણે દેશની નૈયા ડામાડોળ, 14મીએ PM કરશે રાજ્યપાલો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો સાથે વર્ચ્યુલ બેઠક

આ અગાઉગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. અને હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણઁય કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડની ચૂંટણી 25 એપ્રિલના રોજ યોજાવાની હતી. અને 80 હજાર મતદારો મતદાન કરવાના હતા. પણ હવે આ ચૂંટણી માટે આગામી સમયમાં નવી તારીખોનું એલાન કરવામાં આવશે.

IPL / રાજસ્થાને જીત્યો ટોસ પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…