Not Set/ અમદાવાદની ઉદગમ સ્કુલે મુક્યું 35 વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમમાં, ના આપ્યા એડમીશન

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકોને ભારતીય સંવિધાન અને સંરચિત શિક્ષણ વ્યવસ્થા દ્વારા નિઃશુલ્ક શિક્ષણ મળે છે. એવામાં અમદાવાદની એક સ્કૂલનો દાદાગીરીનો કેસ નજરે ચડ્યો છે. વાત એમ છે કે આરટીઈ અંતર્ગત એડમીશનમાં અમદાવાદની ઉદગમ સ્કુલ ગરીબ બાળકોને એડમીશન આપવાની મનાઈ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ઉદગમ સ્કુલે અંદાજે 35 જેટલા ગરીબ […]

Top Stories Ahmedabad Gujarat

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકોને ભારતીય સંવિધાન અને સંરચિત શિક્ષણ વ્યવસ્થા દ્વારા નિઃશુલ્ક શિક્ષણ મળે છે.

એવામાં અમદાવાદની એક સ્કૂલનો દાદાગીરીનો કેસ નજરે ચડ્યો છે. વાત એમ છે કે આરટીઈ અંતર્ગત એડમીશનમાં અમદાવાદની ઉદગમ સ્કુલ ગરીબ બાળકોને એડમીશન આપવાની મનાઈ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ઉદગમ સ્કુલે અંદાજે 35 જેટલા ગરીબ બાળકોને એડમીશન નથી આપ્યા એવી વાત બહાર આવી છે.

આવું વલણ દર્શાવી ઉદગમ સ્કુલે બંધારણના કાયદાઓની અવહેલના કરી છે. જે બાબત પર કાર્યવાહી કરતા શિક્ષણ વિભાગે કાર્યવાહીમાં પગલા ભર્યા હતા. શિક્ષણ વિભાગે ઉદગમ સ્કૂલને નોટીસ ફટકારી છે.

આરટીઈ હેઠળ એડમીશન નાં મળતા આ વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમમાં મુકાયું છે. જેના કારણે શિક્ષણ વિભાગે ઉચિત પગલાં ભરતા 3 દિવસમાં સર્વે બાળકોના એડમીશન કરી જાણ કરવાનો આદેશ કર્યો છે.