માંડવી
માંડવી તાલુકાના મુઝલાવ ગામ પાસેથી પસાર થતી મુઝલાવ ખાડી પરનો પુલ ભારે વરસાદને પગલે બિસ્માર થઇ ગયો. પુલ બિસ્માર થવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદન પગલે પુલ પર મસમોટા ખાડા પડી ગયા છે. મસમોટા ખાડામાં પાણી ભરાઇ રહેવાથી ગ્રામજનોને રસ્તા પરથી પસાર થવામાં મુશકેલી વેઠવી પડી રહી છે.
વરસાદ બંધ થયાન 48 કલાક બાદ પણ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. ગ્રામજનોનુ કહેવુ છે કે વધુ વરસાદને પગલે ગામ સંપર્ક વિહોણું થાય તેમ છે.

ગામ સંપર્ક વિહોણુ થાય તો ગ્રામનોને મદદની જરૂર પડે તેવી શક્યતા છે. વિશેષમાં ગ્રામજનોનુ કહેવુ છે કે પુલ પરથી ખાડીનું પાણી વહી રહ્યું છે અને આખા પુલ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે.

પુલનો મોટો ભાગ પાણીથી ધોવાઇ ગયો છે. પુલ પર સાવચેતીના બોર્ડ લગાવ્યા હોવા છતાં વાહન ચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થઇ રહ્યા છે. ગ્રામજનો પુલ માટે ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે ત્યારે તંત્ર ગ્રામજનોને વહારે ક્યારે આવશે તે જોવાનુ રહેશે.
