Jamnagar News : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરીને બાથરૂમ અને શેડ સહિતનું બાંધકામ કરી લઇને પાંચ(5) કરોડથી વધુ કિંમતની જમીન પચાવી પાડવા અંગે જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા અને લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલના ભાઈ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ મામલો પહોંચ્યા પછી સમિતિએ કરેલી તપાસના અંતે પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી. જેના પગલે આજે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા નામના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મયુર ટાઉનશીપમાં ત્યાંના રહેવાસીઓ માટે ફાળવવામાં આવેલા કોમન પ્લોટમાં મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની અને હાલ લંડનમાં જેલવાસ ભોગવી રહેલા અને એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી જયેશ પટેલના ભાઈ જામનગરમા રહે છે, ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા (પટેલ) દ્વારા પાકુ બાંધકામ કરવા ઉપરાંત જમીન પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
અહી ધર્મેશ રાણપરીયા (પટેલ) દ્વારા કરવામાં આવતા બાંધકામ અંગે જે તે વખતે ત્યાંના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો. આમ છતાં ધર્મેશ રાણપરીયા એ મયુર ટાઉનશીપના કોમન પ્લોટમાં સંડાસ, બાથરૂમ તેમજ એક શેડ બનાવી લઈ તેણે આ કોમન પ્લોટમા કબ્જો જમાવી લીધો હતો. દરમિયાન બાબતની જિલ્લા કલેક્ટરની લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ રજૂઆત પહોંચતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તથ્ય જણાઈ આવ્યા પછી પોલીસ ફરિયાદ કરવા સૂચના અપાતાં આજે સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને ફરિયાદ નોંધાવાઈ હતી.
આ સોસાયટીના કોમન પ્લોટની અંદાજે 965.38 ચોરસ મીટર જગ્યા જેની અંદાજે બજાર કિંમત રૂ.5 કરોડ 19 લાખ 55 હજાર છે. તે જગ્યામાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા એ દબાણ સર્જયાની ફરિયાદ બાદ સિટી A ડિવિઝનના PI નિકુંજસિંહ એ. ચાવડાની રાહબરી હેઠળ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
@ સાગર સંઘાણી, જામનગર
આ પણ વાંચો: જામનગરમાં શેડ ખરીદવાના બહાને વેપારી સાથે રૂ.1.40 કરોડની છેતરપિંડી
આ પણ વાંચો: જામનગરમાં મેગા ઓપરેશન ડીમોલિશનની તૈયારી કરતું તંત્ર, કમિશનર અને SP એ સ્થળોની કરી ચકાસણી
આ પણ વાંચો: જામનગરમાં ઈન્ડિયન એરફોર્સ દ્વારા યોજાશે એર શૉ, સૂર્યકિરણ એરોબેટિક ટીમ બતાવશે અદ્ભુત આકાશી નજારો
