Gujarat news : રાજ્યમાં કાયદા વિભાગની પાંખો કાપી લેવામાં આવી હોય તેમ રાજ્યની અલગ અલગ કોર્ટમાં ચાલતા ફોજદારી કેસમાં સરકારી વકીલની સેવા ગૃહ વિભાગને હસ્તક સોંપવામાં આવી છે. એક મહક્વપૂર્મ નિર્ણયમાં રાજ્ય સરકારે બુધવારના રોજ રાજ્યની તમામ અદાલતોમાં ફોજદારી કેસોમાં કાર્યવાહી સંબંધિત તમામ બાબતો રાજ્યના કાનૂની વિભાગથી ગૃહ વિભાગને સોંપી દીધી છે. જેને પગલે જિલ્લા અદાલતો અને ગુજરાત હાઈકોર્ટ સહિત તમામ અદાલતોમાં સરકારી વકીલોની સેવાઓનું નિયમન કરવાનું મહત્વપુર્ણ કામ હવે રાજ્યના ગૃહ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવશે.
સરકારી વકીલો અને સહાયક સરકારી વકીલોની નિમણૂક પણ ગૃહ વિભાગ દ્વારા સંચાલિત કરાશે, ગૃહ વિભાગ જે મુખ્યત્વે પોલીસ સેવાઓનું સંચાલન કરે છે, તે ફોજદારી કેસોમાં કોર્ટ કાર્યવાહીના પાસાનું પણ સંચાલન કરશે. જેની તપાસ પોલીસ એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે.એક ઠરાવમાં રાજ્યના કાનૂની વિભાગે જણાવ્યું છે કે તેમને રાજ્ સરકાર તરફથી આદેશ મળ્યો છે કે કાનૂની વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની બધી શાખાઓ જે અત્યારસુધી ફોજદારી કાર્યવાહીનું ધ્યાન રાખી રહી છે તેમને રાજ્યના ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
તેમાં જણાવાયું છે કે જિલ્લાઓમાં ફોજદારી કેસોનું ધ્યાન રાખતી ઈ-1 શાખા તેનેફાળવવામાં આવેલા વિષયો, રેકોર્ડ, રજીસ્ટ્રાર અને સ્ટાફને રાજ્યના ગૃહ વિભાગને ટ્રાન્સફર કરશે. તેજ પ્રમાણે કાનૂની વિભાગમાં બી-શાખા જે ફોજદારી કેસોમાં સુકાદાઓ સામે દાખલ કરાયેલી અપીલોનું ધ્યાન રાખે છે. તે પણ તેના સંસાધનો રાજ્યના ગૃહ વિભાગને ટ્રાન્સફર કરશે. અગાઉ સીઆરપીસીની કલમ 18 અને હવે રાજ્ય સરકારને ફરિયાદીઓની નિમણૂક અને નિયમન કરવાની સત્તા આપે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ ચુસ્ત બંદોબસ્ત; AMC, પોલીસ ખડે પગે
આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટોના કાળાબજાર કરતો શખ્સ ઝડપાયો : છ ટિકીટ કબજે
