Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે કોલ્ડપ્લે કોન્સર્ટ(Coldplay Concert)નું 25 અને 26 તારીખે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1 લાખથી વધુ લોકો ભાગ લેવાના છે. કોન્સર્ટમાં અનિચ્છિનિય ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે AMC ઉપરાંત ફાયર વિભાગની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં 75 જેટલા ફાયર માર્શલ કાર્યક્રમ દરમિયાન ફરજ બજાવશે.
કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન જો આગ કે અકસ્માતની ઘટના સર્જાય તો તેને પહોંચી વળવા ખાસ કોડ રાખવામાં આવ્યાં છે. જો આગ લાગે તો ‘code red’ એક્ટિવ થશે. જ્યારે આખું સ્ટેડિયમ ખાલી કરવાની ફરજ પડે તો ‘walk don’t run’ કોડનો ઉપયોગ કરવામાં આવશે. આ કોન્સર્ટમાં તમામ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ લગાવવામાં આવી છે.
કોન્સર્ટમાં કોર્પોરેશન(AMC)ના ફાયર વિભાગ ઉપરાંત કોલ્ડપ્લેની અલગથી એક ફાયર ટીમ(Fire Tteam) સાથે રાખવામાં આવી છે, જેમાં 75 જેટલા ફાયર માર્શલ રાખવામાં આવ્યા છે. આ ટીમ તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા સજ્જ હોય છે. ઇલેક્ટ્રિકલ સિસ્ટમને લઈને પણ અલગથી એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયરોની ટીમ ત્યાં રાખવામાં આવે છે.
આગને ફેલાતા અટકાવવા સ્પ્રે લગાવેલા પડદા લગાવાશે, જેથી આગ ઝડપથી ફેલાય નહીં. અમદાવાદ મ્યુનિ.ના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર, એડિ. ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ અને 50 ફાયર જવાનોની ટીમનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 5 વર્ષથી નીચેની વયના બાળકોને પ્રવેશ મળશે નહીં. બાળકોએ ઈયરપ્લગ લગાવવા પડશે.
સ્ટેડિયમ સુધી કઈ રીતે પહોંચશો?
કોન્સર્ટ દરમિયાન બપોરના 12.30 વાગ્યાથી જનપથ Tથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી T થઈ મોટેરા સુધીનો માર્ગ બંધ રહેશે. કોન્સર્ટ દરમિયાન રસ્તા પર વાહનો દોડી શકશે નહીં. ચાલકોએ વૈકલ્પિક રૂટ તરીકે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે.
પાર્કિંગ વ્યવસ્થા જોઈએ તો 14 પાર્કિંગ પ્લોટ પૈકી સ્ટેડિયમની અંદર 2 પાર્કિંગ પ્લોટ VIP તથા VVIP માટે રાખવામાં આવ્યા છે. જ્યારે 12 દર્શકો માટે રખાયા છે. આશરે 16 હજાર વાહનો પાર્ક કરી શકાશે. દર્શકો પર્સ કે મેડિકલની વસ્તુઓ પોતાની સાથે અંદર લઈ જઈ શકશે. પ્રેક્ષકોને 2 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી મળી જશે.
કેવો રહેશે પોલીસ બંદોબસ્ત?
અમદાવાદ પોલીસ 270 કેમેરા સાથે લોકો પર બાજ નજર રાખશે, 14 DCP, 25 ACP, 63 PI, 142 PSI તથા 3581 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 3825 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. તેમજ NSG કમાન્ડોની ટીમ ખડે પગે રહેશે. મેડિકલના 11 ડોમ, 7 એમ્બ્યુલન્સ, 2 મીની હોસ્પિટલ, 6 ઈન્ફોર્મેશન ડેસ્કની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટોના કાળાબજાર કરતો શખ્સ ઝડપાયો : છ ટિકીટ કબજે
આ પણ વાંચો:કોલ્ડપ્લે કોન્સર્ટ માટે મુંબઈ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેનો દોડશે !
આ પણ વાંચો:કોલ્ડપ્લેની ટિકિટ ન મળી? ચિંતા ન કરો, હવે ઘરે બેસીને પણ લાઈવ જોઈ શકશો…