Ahmedabad News/ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટોના કાળાબજાર કરતો શખ્સ ઝડપાયો : છ ટિકીટ કબજે

ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : એકતરફ કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીયો મળવી મુશ્કેલ બની છે ત્યારે ચાંદખેડામાં કોલ્ડપ્લેની ટિકીટોના કાળાબજાર કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. ઝોન-2ના ડીસીપી તથા ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ.એન.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ હોકબાઈટ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ શખ્સને ઝડપી લીધો હતો.

આરોપી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ્યાં આ કોન્સર્ટ યોજાવાનો છે ત્યાં ટિકીટમાં દર્શાવેલી કિંમત કરતા વધુ નાણાં લઈને ટિકીટોનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. તપાસમાં તેનું નામ અક્ષયકુમાર યોગેશભાઈ પટેલ તથા તે નિકોલનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. પાસેથી પોલીસે છ ટિકીટો કબજે કરી હતી. જેમાં બે ટિકીટ પર 2,500 તથા અન્ય બે ટિકીટ પર રૂ.4,500 ભાવ લખેલો હતો. અગાઉથી ખરીદેલી આ ટિકીટો તે વધુ ભાવથી હોવાની કબૂલાત તેણે પોલીસ સમક્ષ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આખલાની લડાઈમાં બેંક ઓફ બરોડાને લાગ્યો ચૂનો! બરાબરની કરાઈ તોડફોડ

આ પણ વાંચો: હૈદરાબાદમાં ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર તોડફોડ કરી

આ પણ વાંચો: ઈન્દોરમાં ફટાકડા ફોડવા મામલે હિંસા ફાટી નીકળી, વાહનોમાં તોડફોડ અને આગ ચાંપવાના બનાવો