Not Set/ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને ગુજરાત સરકાર ૫૦ હજારની આપશે સહાય

અમદાવાદ, ગુજરાતના કોઇપણ ખૂણે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારની આજે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત રાજ્યના કોઈ પણ ખૂણામાં કોઈ પણ અકસ્માતની ઘટનામાં ઘાયલ થનાર વ્યક્તિને […]

Gujarat Trending

અમદાવાદ,

ગુજરાતના કોઇપણ ખૂણે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત સરકારની આજે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત રાજ્યના કોઈ પણ ખૂણામાં કોઈ પણ અકસ્માતની ઘટનામાં ઘાયલ થનાર વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૦ હજાર સુધીની સહાય ચૂકવવામાં આવશે. આ નિર્ણયની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયના કોઇપણ ખૂણામાં થયેલા અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને પ્રથમ 48 કલાકની સારવાર માટેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ ખર્ચની મર્યાદા રૂ. ૫૦ હજાર સુધીની રહેશે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૨૩,૩૦૯ અકસ્માતની નાની-મોટી ઘટનાઓ બને છે, જેમાંથી દર વર્ષે ૬,૪૮૩ વ્યક્તિઓના મોત નીપજે છે. આથી આવા અકસ્માતોની ઘટનામાં ઘાયલ વ્યક્તિઓને સારવાર માટેના પ્રથમ 48 કલાકનો સમય ભારે કૃશિયલ (કટોકટી વાળો) હોય છે. આ સમય દરમિયાન જો આવી વ્યક્તિને તાત્કાલિક સારવાર ન મળે તો તેનું મૃત્યુ પણ થઇ શકતું હોય છે. આ સંજોગોમાં અકસ્માતની ઘટનામાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળે તે અતિઆવશ્યક છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની હદમાં ગમે તે વ્યક્તિને અકસ્માત થાય તો તે વ્યક્તિ કે વ્યક્તિઓને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલ કે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે તો તે વ્યક્તિની સારવારનો ખર્ચ રૂપિયા ૫૦ હજાર સુધીની મર્યાદામાં રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આમ રાજ્ય સરકારના આ નિર્ણયથી અનેક વ્યક્તિઓના જીવ બચાવી શકાશે.