કલકત્તા,
કલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૧૦૨ રનના મોટા માર્જિનથી શાનદાર વિજય મેળવ્યો છે. MIની ટીમ દ્વારા આપવામાં આવેલા ૨૧૧ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ માત્ર ૧૦૮ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને મુંબઈએ સતત ત્રીજી જીત મેળવી ટુર્નામેન્ટમાં પોતાનો પાંચમો વિજય હાંસલ કર્યો હતો.
And it's all over here at the Eden Gardens as the @mipaltan beat #KKR by 102 runs.#MIvKKR. pic.twitter.com/gS3N86x3Na
— IndianPremierLeague (@IPL) May 9, 2018
મુંબઈ ઇન્ડિયન્સના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન અને ઓલરાઉન્ડર પ્લેયર્સ હાર્દિક પંડ્યા રહ્યા હતા. પરંતુ ઇશાન કિશનને માત્ર ૨૧ બોલમાં ૬૨ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
Ishan Kishan is on a roll here at the Eden Gardens as he brings up his FIFTY in just 17 deliveries. #KKRvMI pic.twitter.com/KQc2DrDgBI
— IndianPremierLeague (@IPL) May 9, 2018
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી મુંબઈની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૨૧૦ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા MIની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને કેરેબિયન સ્ફોટક ઓપનર માત્ર ૧૮ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે સૂર્યકુમાર યાદવે ૩૨ બોલમાં ૩૬ રન ફટકાર્યા હતા.
જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન રોહિત શર્માએ ૩૬ રન ફટકાર્યા હતા જયારે મિડલ ઓર્ડર બેટ્સમેન ઇશાન કિશને માત્ર ૨૧ બોલમાં ૬૨ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. કિશને ૬૨ રનની ઇનિંગ્સ દરમિયાન KKRના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરતા ૫ ચોક્કા અને ૬ સિક્સર ફટકારી હતી. જયારે મેચની અંતિમ ઓવરોમાં બેન કટિંગે માત્ર ૯ બોલમાં ૨૪ રન ફટકાર્યા હતા. KKR તરફથી સ્પિન બોલર પિયુષ ચાવલાએ સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી.
મુંબઈ દ્વારા આપવામાં આવેલા ૨૧૧ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ ૧૮.૧ ઓવરમાં માત્ર ૧૦૮ રનના સ્કોરે તંબુભેગી થઇ ગઈ હતી અને ૧૦૨ રનના માર્જિનથી હારનો સ્વાદ ચાખ્યો હતો. ૨૧૧ રનના લક્ષ્યનો પીછો કરતા KKRની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક ઓપનર બેટ્સમેન સુનિલ નરેન માત્ર ૪ રન જયારે ક્રિશ લિન ૧૫ બોલમાં ૨૧ રન બનાવી આઉટ થયો હતો.
બંને ઓપનરોના સસ્તામાં આઉટ થયા બાદ રોબિન ઉથ્થપા ૧૪ રન બનાવી આઉટ થયો હતો જયારે મિડલ ઓર્ડર બેટ્સમેન ૨૧ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. ત્યારબાદ કોલકાતાનો કોઈ પણ બેટ્સમેન મુંબઈના બોલરો સામે ટકી શક્યા ન હતા અને પૂરી ટીમ માત્ર ૧૦૮ રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી. મુંબઈ તરફથી ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા એ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.
