sports news/ Shoaib Akhtar: 20 વર્ષ જૂનો ડોપિંગ વિવાદ ફરી ચર્ચામાં, ‘હકીમની દવા’નો દાવો કેમ પડ્યો સવાલોમાં?

Performance Enhancing Drug: શોએબ અખ્તરનો 2006નો ડોપિંગ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. ‘હકીમની દવા’ના દાવા, PCBની તપાસ, નેન્ડ્રોલોન ટેસ્ટ અને સમગ્ર વિવાદની સંપૂર્ણ માહિતી વાંચો.

Top Stories Sports

Sports News: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ભારતના પૂર્વ ગૃહ મંત્રાલયના અધિકારી આર.વી.એસ. મણિના તાજેતરના નિવેદન બાદ 2006નો ડોપિંગ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે, નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે 2006નો કેસ પ્રદર્શન વધારતી પ્રતિબંધિત દવાના (Performance Enhancing Drug) ઉપયોગ સાથે જોડાયેલો હતો, જ્યારે ડ્રગ્સ સપ્લાય અંગેના તાજેતરના દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

2006માં શું બન્યું હતું?

વર્ષ 2006માં ભારતમાં યોજાયેલી ICC Champions Trophy પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ખેલાડીઓના આંતરિક ડોપ ટેસ્ટ કરાવ્યા હતા. આ ટેસ્ટ (Nandrolone Test) દરમિયાન શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફના(Mohammad Asif) નમૂનાઓમાં પ્રતિબંધિત સ્ટેરોઇડ નેન્ડ્રોલોન (Nandrolone) મળ્યાનો રિપોર્ટ આવ્યો હતો.આ રિપોર્ટ બાદ બંને ખેલાડીઓને ટૂર્નામેન્ટમાંથી પરત બોલાવી લેવામાં આવ્યા હતા.

શોએબ અખ્તરે શું સ્પષ્ટતા કરી હતી?

તે સમયે શોએબ અખ્તરે આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમણે જાણતા કોઈ પ્રતિબંધિત દવા લીધી નહોતી અને તેઓ માત્ર પરંપરાગત હકીમ દ્વારા આપવામાં આવેલી હર્બલ દવા અને સારવાર લઈ રહ્યા હતા.તેમણે પોતાની ડાયરીમાં પણ લખ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને તેમણે ક્યારેય રમત સાથે છેતરપિંડી કરી નથી.

તપાસમાં શું સામે આવ્યું?

PCB દ્વારા રચાયેલી તપાસ સમિતિએ બંને ખેલાડીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી હતી. જોકે, સમિતિએ જણાવ્યું હતું કે શોએબ અખ્તર પોતાના દાવાને સમર્થન આપતા પૂરતા પુરાવા રજૂ કરી શક્યા નહોતા.પેનલે WADA અને ICCના નિયમોના આધારે બંને ખેલાડીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.

પ્રતિબંધ પણ લાગ્યો હતો

1 નવેમ્બર 2006ના રોજ PCBની ડોપિંગ ટ્રિબ્યુનલે શોએબ અખ્તર પર બે વર્ષનો અને મોહમ્મદ આસિફ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે બાદમાં અપીલ પ્રક્રિયા દરમિયાન આ પ્રતિબંધમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

R.V.S. મણિના નવા દાવા બાદ ફરી ચર્ચા

તાજેતરમાં ભારતના પૂર્વ ગૃહ મંત્રાલયના અધિકારી આર.વી.એસ. મણિએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કેટલાક પાકિસ્તાની ક્રિકેટરો અંગે ડ્રગ્સ સંબંધિત ગંભીર દાવા કર્યા છે. જોકે, આ દાવાઓની કોઈ સત્તાવાર તપાસ એજન્સી, અદાલત અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંસ્થાએ પુષ્ટિ કરી નથી.તેથી આ નિવેદનોને હકીકત તરીકે નહીં પરંતુ વ્યક્તિગત દાવા તરીકે જ જોવામાં આવે છે.


આ પણ વાંચો: Virat Kohli એ ફ્લોપ ઇનિંગ્સમાં પણ રચ્યો ઇતિહાસ, 300મી ODI ઇનિંગમાં તોડ્યો સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ

આ પણ વાંચો: ફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર: ફ્રાન્સનું સપનું રોળાયું, સ્પેને 2-0થી ધૂળ ચટાડી ફાઇનલમાં મારી એન્ટ્રી

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં બધું ઠીક નથી? વિરાટ કોહલી-ગૌતમ ગંભીર વચ્ચે અણબનાવના અહેવાલથી ચર્ચા તેજ