Ahmedabad News/ જીમ ફ્રેન્ડ સાથે પત્નીના અફેરનો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો

અમદાવાદ (Ahmedabad)ના એક વેપારીએ પોતાની પત્ની અને તેના જીમ ફ્રેન્ડ સાથેના અફેર (Gym Affair)ના  ગંભીર આક્ષેપો સાથે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે

Ahmedabad
અમદાવાદ (Ahmedabad)ના એક વેપારીએ પોતાની પત્ની અને તેના જીમ ફ્રેન્ડ સાથેના અફેર (Gym Affair)ના  ગંભીર આક્ષેપો સાથે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ના એક વેપારીએ પોતાની પત્ની અને તેના જીમ ફ્રેન્ડ સાથેના અફેર (Gym Affair)ના  ગંભીર આક્ષેપો સાથે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અરજદારના દાવા મુજબ પત્નીનું જીમમાં થયેલો પરિચય પ્રેમ સંબંધમાં બદલાયું હતું અને ત્યારબાદ તેને ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને 30 દિવસમાં તપાસ પૂર્ણ કરીને અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

અરજી મુજબ વેપારીના લગ્નને 27 વર્ષ થયા છે અને તેમને બે સંતાનો છે. ફેબ્રુઆરી 2025માં પરિવારની બચત સુરક્ષિત રાખવા માટે પત્નીના નામે બેંક લોકર ખોલાવવામાં આવ્યું હતું, જેમાં દાગીના અને રોકડ રાખવામાં આવ્યા હતા.

વેપારીનાં પોતાની પત્ની અને તેના જીમ ફ્રેન્ડ સાથેના અફેર (Gym Affair)ના  ગંભીર આક્ષેપો

વેપારીનો દાવો છે કે પત્ની નરોડા (Naroda)વિસ્તારમાં આવેલા જીમમાં જવા લાગ્યા બાદ ત્યાં એક વ્યક્તિ સાથે પરિચયમાં આવી હતી. સમય જતાં બંને વચ્ચે નજીકના સંબંધો વિકસ્યા હોવાનો આરોપ છે. પતિએ વધુમાં જણાવ્યું છે કે તેની ગેરહાજરી દરમિયાન તે વ્યક્તિ ઘરે આવતો હતો અને બંને વચ્ચે લાંબા સમય સુધી ફોન તેમજ વીડિયો કોલ પર વાતચીત થતી હતી.

શંકા જતાં વેપારીએ ઘરમાં ગુપ્ત ઓડિયો રેકોર્ડિંગ સિસ્ટમ લગાવી હતી. તેના આધારે પત્ની અને તેના કથિત મિત્ર વચ્ચેની કેટલીક વાતચીત રેકોર્ડ થઈ હોવાનું અરજીમાં જણાવાયું છે. ઉપરાંત બંને રાજસ્થાન બોર્ડર સુધી કારમાં ફરવા ગયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

વેપારીએ કોર્ટમાં રજૂઆત કરી છે કે પત્ની બેંક લોકરમાં રહેલા દાગીના અને રોકડ કાઢી શકે તેવી આશંકાને કારણે તેણે અગાઉ સિવિલ કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવી બેંક લોકર સીઝ કરાવ્યું હતું.

ફરિયાદમાં વધુ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પત્નીના કથિત મિત્રએ ઓડિયો રેકોર્ડિંગ સોંપવા માટે દબાણ કર્યું હતું અને ઇનકાર કરવામાં આવે તો જાનથી મારી નાખવાની તેમજ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાના કારણે પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનું અને પોતે માનસિક તણાવમાં હોવાનું પણ વેપારીએ રજૂઆતમાં જણાવ્યું છે.

અગાઉ પોલીસ અને સાયબર ક્રાઇમ સમક્ષ રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં વેપારીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે અરજીની ગંભીરતા ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ (Cyber Crime)પોલીસને સંબંધિત કલમો હેઠળ તપાસ કરીને 30 દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો છે.


આ પણ વાંચો : રાજકોટમાં નવપરીણિત મહિલાની પતિના અફેરના પગલે આત્મહત્યા

આ પણ વાંચો : પત્નીના અફેરને કારણે પતિની આત્મહત્યા ઉશ્કેરણી નથી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

આ પણ વાંચો : નવી છોકરીઓને સુગર ડેડીની જરૂર છે…” ગોવિંદાના અફેરની ચર્ચા પર ભડકી પત્ની સુનિતા, કહ્યું- 63 વર્ષે તમને આ શોભતું નથી!