Ahmedabad News : કેડીલા કંપનીમાં ત્રણ મહિલા કર્મચારી રહસ્યમય સંજોગોમાં બેભાન થઈને ઢળી પડી હતી જ્યારે એક મહિલાનું મોત નીપજતા ચકચાર મચી છે. આ બનાવમાં વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું મોત નીપજ્યુ હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય ત્રણ કર્મચારીઓને જીવનદીપ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં વોશ રૂમ માં ત્રણ મહિલા કર્મચારીઓ બેભાન થઇને ઢળી પડી હોવાનું જાણવા મળ્યું હતું. તેમને જોવા જતાં અન્ય એક પુરુષ કર્મચારી પણ ઢળી પડયો હતો.
જોકે આ મહિલાઓનું બેભાન થવાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. બીજીતરફ મૃતક મહિલાનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે, એમ જાણવા ળ્યું છે. તે સિવાય બનાવ સંદર્ભે એફ એસ એલ ની પણ મદદ લેવામાં આવશે.
આ પણ વાંચો:’સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 49 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે
આ પણ વાંચો:વિધાનસભા ગૃહમાં હોબાળો, નર્મદાની કલ્પસર યોજનાને લઇને કોંગ્રેસ અને ભાજપ આમને સામને
આ પણ વાંચો:ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરવામાં આવી,ટૂંકમાં સત્તાવાર જાહેરાત
