Ahmedabad News/ બાવળાની આંગણવાડીના રાશનના કટ્ટા બહાર વેચવા જતાં ઝડપાયા

બાવળામાં આંગણવાડી બાળકો માટે આવતો માલસામાન બરોબર વહેંચી દેવાતો વિડીયો આવ્યો સામે

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 2025 03 17T225834.844 બાવળાની આંગણવાડીના રાશનના કટ્ટા બહાર વેચવા જતાં ઝડપાયા

Ahmedabad News : સરકાર નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર બનાવ્યું છે અને તેમાં પણ બાળકોના પોષણ માટે અલગ અલગ રાશન કીટ પણ આપવામાં આવે છે. ત્યારે અમુક લાંચિયા કાર્યક્રમ દ્વારા આ રાસન કીટ સગે વગે કરીને બારોબાર વહેંચી દેતા હોય છેત્યારે બાવળામાં આવેલી આંગણવાડી કાર્યકરે બાળકોને આપવા માટે ની કીટ ના 17 કટ્ટા બહાર વેચવા જતા ઝડપાઈ ગયા છે

બાવળા માં આવેલ ચોરોપા આંગણવાડી કેન્દ્ર માં ફરજ બજાવતા રાણા મીન્ટુબેન નવીનભાઈ તેમણે તળપદવાસમાં આવેલી આંગણવાડી કેન્દ્રમાંથી બાળકોને આપવા માટે આપેલી રાશન કીટ ના સ્ટોકમાંથી 10 બેગ બાલ શક્તિ, 5 બેગ માતૃશક્તિ, અને 2 બેગ પુણા શક્તિની એક્સ સીએનજી રીક્ષામાં મૂકીને રૂપાલ ગામના ઈકબાલભાઈ મહેમુદભાઈ ઈબ્રાહીમ ભાઈ ને વેચવા માટે મોકલવામાં આવી હતી

સમગ્ર કૌભાંડ ની જાણ બાવળા ના સંજય રમણભાઈ ઠાકોર અને તેની ટીમને થતા તેમણે રીક્ષા નો વિડીયો ઉતાર્યો હતોત્યારબાદ આ બાબતે બાવળા બાળ વિકાસ યોજના ના અધિકારી ગાયત્રીબેન ને અને પોલીસ કંટ્રોલ ને જાણ કરતા બંને આંગણવાડી કેન્દ્ર ખાતે દોડી આવીને તપાસ હાથ ધરી હતીતપાસ કરતા આંગણવાડી કેન્દ્રનું સ્ટોપ રજીસ્ટરની ચકાસણી કરતા આવક મુજબનો જથ્થો હાજર ન હતો અને અગાઉ બાળકો આપવામાં આવતી દર્શાવેલ જણાવ્યું હતું.

 આ બાબતે બાળકોના વાલીઓની ક્રોસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ મહિનાનો સ્ટોક કોઈને મળ્યો ન હતોઆંગણવાડીના કાર્યકર ની ગેરરીતી બહાર આવતા અધિકારીએ સંપૂર્ણ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અને આગળનો વિજય હુકમ ના થાય ત્યાં સુધી આંગણવાડી કાર્યકરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાસરકાર બાળકોના આરોગ્ય માટે ઘણી બધી મહેનત કરી રહી છે અને આવી રાશનકીનો વિતરણ પણ કરે છે ત્યારે આવા લોકો પર કડકમાં કડક પગલાં લેવાય તેવી લોકમાં ઉઠી છે

લોકોનું કહ્યું છે કે આવા ઘણા બધા લોકો હશે જે આવી રાશન કીટ બારોબાર વહેચી દેતા હશે તો આવા લોકોને ઝડપી પાડી કોને કોને માલ આપે છે અને કોણ કોણ માલ લેશે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને તેવા લોકો ઉપર કાનૂની પગલાં લઈ પર્દાફાશ કરવો જરૂરી છેઆ ઘટના ને લઈ બાવળા આંગણવાડી કેન્દ્રમાં ફફડાટ મચી જવા પામ્યો છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠા/ જીલ્લા કલેક્ટર સી.જે. પટેલનો કોરોના સામે લડતા લડતા આવ્યો કોરોના પોઝિટિવ

આ પણ વાંચો: સાબરકાંઠા/ લીલી અને લશ્કરી ઈયળોના પ્રકોપથી મગફળી – મકાઈનાં પાકમાં વ્યાપક નુકસાની

આ પણ વાંચો: સાબરકાંઠા / વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક અને ધારાસભ્ય અશ્વિન કોટવાલની અટકાયત કેમ કરવામાં આવી..?