Gujarat Political News: સંગઠન પર્વ અંતર્ગત ભાજપ દ્વારા શહેર અને જીલ્લા પ્રમુખની (President) પસંદગી માટે દાવેદારો આજે ફોર્મ રજૂ કરી દેશે, 15 જેટલા દાવેદારો આગેવાની કરશે તેમ સૂત્રો દ્વારા માલૂમ પડ્યું છે. ત્યારે રાજકોટના કેટલાક પ્રબળ દાવેદારો બપોર સુધીમાં ફોર્મ ભરી દેશે તેમ જાણવા મળ્યુ છે.
સુરત શહેર ભાજપ પ્રમુખ માટે આજે સેન્સ લેવાશે, જ્યારે ઇચ્છુકો લેખિતમાં દાવેદારી કરી શકશે. સુરતના ઉધના ખાતે ચૂંટણી અધિકારીઓની ટીમ રજૂઆત સાંભળી સેન્સ લેશે, ચૂંટણી અધિકારી રાકેશ શાહ, કુલદીપ સિંહ સોલંકી, પંકજ દેસાઈ અને રમેશ ઉકાણી પ્રમુખ પદના દાવેદારોની રજૂઆત સાંભળશે. 30 વોર્ડ પ્રમુખો જાહેર કરાયા બાદ શહેર ભાજપ પ્રમુખ માટે પસંદગી કરવામાં આવશે તેમ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સવારે 10 થી બપોર 2 કલાક સુધી ટીમ દાવેદારી પત્ર રજૂ કરી શકાશે.
રાજકોટ ખાતે સવારે ચૂંટણી નિરીક્ષક અધિકારી સહિત પ્રબળ દાવેદારો, વર્તમાન પ્રમુખ મુકેશ દોશી, શહેરના મહામંત્રી અશ્વિન મોલિયા, કિરણબેન માંકડિયા, જીજ્ઞેશ જોષી, દલસુખ જાગાણી, કશ્યપ શુક્લ, દેવાંગ માંકડ, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ મેયર પ્રદીપ ડવ, નિતિન ભૂત, જયંતી સરધારા, અનિલ મકવાણા સહિત આગેવાનો દાવેદારી કરવાની ચર્ચાઓ થઈ રહી છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, કશ્યપ શુક્લને રૂપાણીનું સમર્થન હોવાની ચર્ચા છે, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, જિલ્લા ભાજપના આગેવાનોમાં ચેતન રામાણી, નિતિન ઢાંકેચા, બાબુ નસીત, મુકેશ તોગડિયા, મુકેશ મેર, ભાવેશ વેકરિયા, ધીરૂ તળપદા, અશોક ઠુમ્મર, સહિત આગેવાનો દાવેદારી કરશે.
નર્મદામાં વર્તમાન પ્રમુખ ઘનશ્યામ પટેલ, શબ્દશરણ તડવી, કમલેશ પટેલ, નીલ રાવ, રમણસિંહ રાઠોડ, અરવિંદ પટેલ, મહેશ વસાવા, મોતીસિંહ વસાવા, ઘનશ્યામ દેસાઈ, અનિરૂધ્ધસિંહ ગોહિલ, શંકર વસાવા વગેરે આગેવાનોના નામો ચર્ચાઈ રહ્યાં છે.
આ પણ વાંચો:સુરત શહેર ભાજપને નવા પ્રમુખ મળશે, નિરીક્ષકો સુરત આવશે
આ પણ વાંચો:સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગર પ્રદેશ કાર્યાલય આજે ભાજપની મહત્વની બેઠક
આ પણ વાંચો:રાજ્યમાં આવતીકાલથી ભાજપ આગામી જીલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે
