Valsad News/ વાપી GIDCમાં કામદારની હત્યા, કંપની બહાર કરાયો હુમલો

ડ્રાફ્ટમાં પેરેંટલ કન્સેન્ટ લેવાની સિસ્ટમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

Top Stories Gujarat

Valsad News: વાપી જીઆઈડીસીમાં કામ કરતા કામદારની કંપનીની બહાર હત્યા (Murder) કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. માઈક્રો ઓર્ગો કેમ નામની કંપનીમાં વાયરમેન તરીકે ફરજ બજાવતા શખ્સની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

વાપી GIDCમાં કામ કરતા કામ કરતા કામદારની અજાણ્યા કારણોસર હત્યા કરી દેવાનું હાલ સામે આવ્યું છે. સેકન્ડ ફેસમાં માઇક્રો ઓર્ગો કેમ નામની કંપની બહાર એક કામદાર સમાધાન પાટીલની અજાણ્યા શખ્સે તીક્ષણ હથિયારથી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા થતાં લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. લોકોએ પોલીસને બોલાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સામાન્ય બાબતે કોઈની હત્યા કરી દેવી હવે સામાન્ય બની ગઈ છે, જે પહેલા અસામાન્ય ગણાતું હતું. સુરત શહેરના ડિંડોલીમાં પણ આવી જ એક ઘટના બની છે. ડિંડોલીમાં નાસ્તાના રૂપિયા માંગતા લકી નામના યુવકની ચપ્પાના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ છે. હત્યા થતાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઝઘડીયા દુષ્કર્મ કેસઃ ગુજરાતની નિર્ભયાનું નિધન, આરોપી પર હત્યા અને દુષ્કર્મની કલમો

આ પણ વાંચો:મૃતક સિરિયલ કિલર ભૂવાએ તાંત્રિક વિધિમાં માતા-પિતા અને પુત્રીની હત્યા કરી હોવાનું ખુલ્યું

આ પણ વાંચો:સુરતમાં પતિ બન્યો હેવાન, બે દિકરીઓ સામે પત્નીનું ગળુ કાપી કરી હત્યા