રાજ્યના મહેસૂલી કર્મચારીઓની ઘણા સમયથી તેમની 17 પડતર માગણીઓ બાબતે મહામંડળ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નો પ્રત્યે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે રાજ્યના મહેસૂલી કર્મચારી વર્ગ 3નાં તમામ કર્મચારીઓ 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યાં છે. આજે આ કર્મચારીઓની હડતાલનો ૫મો દિવસ છે. જ્યારે મહેસૂલી કર્મચારીઓની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. આ હડતાલના પગલે જનસેવા કેન્દ્રો, ઈ-ધારા કેન્દ્રો,પુરવઠા વિભાગ તેમજ કલેક્ટર કચેરીમાં કામકાજ ઠપ થયું છે.
રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓની તેમની પડતર માંગણીઓ મુદે 9 ડિસે.થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. જે હજુ પણ યથાવત છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા બે વર્ષથી આ કર્મચારીઓ પોતાની પડતર માંગણી બાબતે લડી રહ્યા છે. અને માંગણી કરી રહ્યા છે. પરંતુ આજ દિન સુધી તેનો કોઈ નિકાલ નહિ આવતા તેઓએ અચોક્કસ મુદતની હડતાળનું શાસ્ત્ર ઉપાડ્યું છે.
આજે પાંચમાં દિવસે પણ આ મહેસુલીઓ કર્મચારીઓની હડતાલ ચાલુ છે. કલેક્ટર કચેરીની બહાર કર્મચારીઓની હડતાળ આજે પણ યથાવત છે. કર્મચારીઓએ સરકાર વિરોધી કર્યા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. 8000 થી 10,000 કર્મચારી આ હડતાલ માં જોડાયા છે.
અગાઉ ઘણીવાર આવેદનપત્ર આપી ચૂકેલા કર્મચારીઓ રૂબરૂ પણ સચિવ સહિત મુખ્યમંત્રી તેમજ મહેસુલ મંત્રી ને મળી ને રજુવાત કરી ચુક્યાં હતા..પરંતુ પ્રમુખ ના કહેવા મુજબ તેમને મંત્રી દ્વારા હડધૂત કરી હકારાત્મક જવાબ ન મળતા આખરે હડતાળ પર ઉતરવાનું નક્કી કરાયું હતું. આજે હળતાળ નો 5 મોદીવસ છે. ગઈકાલે રાજ્યભર ના 8 થી10 હજાર કર્મચારીઓ ની મહારેલી યોજી સભા કરી વિરોધ નોંધાવ્યો ત્યારે સરકાર અચનક એક્શન માં આવી હતી અને સભા ચાલુ હતી. ત્યારે સરકાર દ્વારા આગેવાનો ને આવેદનપત્ર આપવા બોલાવ્યા હતા. ત્યાર બાદ સાંજે મહેસુલ વિભાગ ના સચિવ પંકજ કુમાર દ્વારા આગેવાનો ની મિટિંગ બોલાવી મહેસુલી કર્મચારીઓ ની માંગણી ઓ વિશે ચર્ચા કરી હતી. પરંતુ કોઈ નીવેડો આવ્યો નહોતો.
ગુજરાતના દરેક જીલ્લામાં પણ કલેકટર કચેરીની બહાર સ્થાનિક કર્મચારી દ્વારા હડતાલ પર બેસી ને ધરણા કરવામાં આવી રહ્યા છે. આજે દરેક જીલ્લામાંથી 18 મુદ્દાની માંગણી સાથે કલેકટરને આવેદન આપવામાં આવશે. સાથે સાથે કર્મચારી મંડળે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી ટૂંક સમયમાં તેમની માંગણી નહિ પૂરી કરવામાં આવે તો ટૂંક સમયમાં મહાનગરોમાં સહપરિવાર રેલીનું પણ આયોજન કરવામાં આવશે. અને સરકારની નીતિઓનો વિરોધ કરવામાં આવશે.
મુખ્ય માંગણીઓ
કર્મચારીઓની મુખ્ય માંગણીમાં નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટીની યાદી તૈયાર કરવી, ક્લાર્ક કેડરના કર્મચારીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપી ફિક્સ પગારની નોકરી કરનાર કર્મચારીઓને નેશનલ ઇજાફો આપવા, સાતમું પગારપંચ, કોમ્પ્યુટર કામગીરીમાં રેગ્યુલર કર્મચારીઓને બેસાડવા સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
