Bhachau News/ કચ્છમાં 44 ડિગ્રી ગરમી વચ્ચે મજૂરોનો આંદોલન,8 કલાકની નોકરી અને સુરક્ષા સાધનોની માંગ

કચ્છના કુંજીસર નજીક ખાનગી કંપનીના મજૂરો 44 ડિગ્રી ગરમીમાં પણ 8 કલાકની નોકરી અને સુરક્ષા સાધનોની માંગ સાથે વિરોધ (Kutch Labour Protest) પ્રદર્શન પર અડગ.

Top Stories Gujarat Others Breaking News
Kutch Labour Protest: નિશ્ચિત સમયની માંગ સાથે મજૂરો રસ્તા પર

Bhachau News: ભચાઉ તાલુકાના કુંજીસર (Kunjisar) નજીક આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા મજૂરોએ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ (Kutch Labour Protest) પ્રદર્શન શરૂ કર્યું છે. શહીદ ભગતસિંહ સેના (Shaheed Bhagatsingh Sena) દ્વારા આયોજિત જનજાગૃતિ અભિયાનના બીજા દિવસે પણ મજૂરોનો વિરોધ યથાવત રહ્યો હતો. કચ્છમાં હાલ 44 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી વચ્ચે પણ મજૂરો પોતાના હક્ક માટે કંપનીના દરવાજા બહાર ડટીને વિરોધ કરી રહ્યા છે.

Kutch Labour Protest: શું છે મજૂરોની મુખ્ય માંગણીઓ?

વિરોધ (Kutch Labour Protest) કરી રહેલા મજૂરોની સૌથી મોટી માંગ 8 કલાકની નિશ્ચિત નોકરી સમયની છે. મજૂરોનો આક્ષેપ છે કે તેમની પાસેથી નક્કી સમય કરતાં વધુ કામ લેવાઈ રહ્યું છે. આ ઉપરાંત કંપનીમાં પૂરતા પ્રમાણમાં સેફ્ટી સાધનો ઉપલબ્ધ ન હોવાના કારણે કામદારોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે જોખમ ઉભું થઈ રહ્યું હોવાનું પણ મજૂરોએ જણાવ્યું હતું. મજૂરોએ કંપની મેનેજમેન્ટ પર પક્ષપાત અને અન્યાયના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે.

છૂટા કરાયેલા કામદારોને પરત લેવાની માંગ

વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા કામદારોનું કહેવું છે કે અગાઉ કોઈ યોગ્ય કારણ વગર નોકરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓને ફરી નોકરી પર લેવામાં આવે. મજૂરોનું માનવું છે કે કંપનીનું વલણ કામદારો પ્રત્યે અન્યાયપૂર્ણ છે.

“મજદૂર એકતા જિંદાબાદ”ના નારા

વિરોધ (Kutch Labour Protest)  સ્થળે “મજદૂર એકતા જિંદાબાદ”ના ગગનભેદી નારા સાથે મજૂરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહીદ ભગતસિંહ સેનાના નેજા હેઠળ મજૂરોએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી

સંગઠને જનતાને પણ મજૂરોના સમર્થનમાં જોડાવા અપીલ કરી છે. સાથે જ ચીમકી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલ કુંજીસર વિસ્તાર આ મજૂર આંદોલનને કારણે ભારે ચર્ચામાં આવ્યો છે.


આ પણ વાંચો:11 ગામોના ખેડૂતોનો HUDA વિરોધ: 7 હજાર કાર્યકર્તાઓ રાજીનામું આપશે

આ પણ વાંચો:ટોલટેક્સ વિરોધ : સ્થાનિક ટ્રાન્સપોર્ટ સંચાલકોનો ભરૂચ હાઈવે પર ચક્કાજામ

આ પણ વાંચો:તાપીની જે કે પેપર કંપનીના ગેટ પર તાળા મારી દેવાતા કામદારોનો વિરોધ