Vadodara News : વડોદરાની જાણીતી મિસ્ટર પફ બેકરી ફરી એકવાર ચર્ચામાં આવી છે. શહેરની એક શાખામાં કેક કાઉન્ટર નજીક મૃત ઉંદર (Dead Rat) જોવા મળ્યાની ઘટનાએ ગ્રાહકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. ઘટનાસ્થળે હાજર એક ગ્રાહકે આ દ્રશ્યનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતા મામલો ઝડપથી વાયરલ થયો હતો.
કેક કાઉન્ટર નજીક મૃત ઉંદર (Dead Rat) જોવા મળ્યાની ઘટનાએ ગ્રાહકોમાં ભારે રોષ ફેલાવ્યો છે
વિડિયોમાં બેકરીના ખાદ્ય વિભાગ પાસે સ્વચ્છતાના અભાવના દ્રશ્યો જોવા મળતા લોકોમાં આરોગ્યને લઈને ચિંતા વધી છે. ઘટના સામે આવતા મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન બેકરીમાંથી કેક અને ચોકલેટ સહિતના ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેને વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ બાદ સંબંધિત શાખાને નોટિસ પાઠવી તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. હવે લેબ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.
