Ahmedabad News/ ગુજરાત પોલીસ બનશે ઇકો-ફ્રેન્ડલી, DGP ડૉ. કે એલ એન રાવના નવા આદેશો

ગુજરાત પોલીસ (Gujarat Police)નો મોટો નિર્ણય, હવે આરોપીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાશે અને પોલીસ વિભાગની મીટિંગો પણ ઓનલાઈન યોજાશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
DGPના નવા આદેશ બાદ Gujarat Police વિભાગમાં મોટો બદલાવ શરૂ

Ahmedabad News: ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા પેટ્રોલ-ડીઝલ બચત અને પર્યાવરણ જાળવણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરીને પોલીસ વાહનોના બિનજરૂરી ઉપયોગમાં ઘટાડો કરવા સૂચના આપવામાં આવી છે.

આરોપીઓને હવે ઓનલાઈન કોર્ટમાં રજૂ કરાશે

રાજ્ય પોલીસ (Gujarat Police) વડાએ વીડિયો કોન્ફરન્સ મારફતે તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સૂચના આપવામાં આવી કે હવે મોટાભાગની કોર્ટ કાર્યવાહી ઓનલાઈન કરવાની દિશામાં પગલાં લેવામાં આવશે.ખાસ કરીને જેલમાંથી આરોપીઓને કોર્ટમાં રૂબરૂ લઈ જવાને બદલે વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવશે. આથી પોલીસ વાહનોના ઈંધણ ખર્ચ તેમજ સુરક્ષા ખર્ચમાં ઘટાડો થશે.

પોલીસ (Gujarat Police) મીટિંગો પણ હવે ઓનલાઈન

પોલીસ વિભાગની આંતરિક કામગીરીમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિભાગીય સ્તરે યોજાતી મોટાભાગની મીટિંગો હવે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજવા માટે સૂચના આપવામાં આવી છે.આ નિર્ણયથી અધિકારીઓને વારંવાર એક શહેરથી બીજા શહેર પ્રવાસ કરવાની જરૂર નહીં રહે અને સમય સાથે ઈંધણની પણ મોટી બચત થશે.

સુરક્ષા અને બચત પર ભાર

આ નવી વ્યવસ્થાથી સરકારી તિજોરી પર પડતો ઈંધણનો બોજ ઓછો થશે. સાથે જ આરોપીઓને કોર્ટમાં લાવવા-લઈ જવા દરમિયાન ઉભા થતા સુરક્ષાના જોખમોમાં પણ ઘટાડો થશે.રાજ્ય પોલીસ વડાએ તમામ જિલ્લા પોલીસ વડાઓને આ નવી વ્યવસ્થાનો કડક અમલ કરવા સૂચના આપી છે.


આ પણ વાંચો:મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા ગુજરાત પોલીસ સંકલ્પબધ્ધ: રાજ્ય પોલીસ વડા ડો. રાવ

આ પણ વાંચો:ડ્રગ્સ માફિયાઓ ફરતે ગુજરાત પોલીસે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’નો મજબૂત ગાળિયો બનાવ્યો…NARIT AI ટૂલ લોન્ચ..!

આ પણ વાંચો:ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ, ઊંચાઈને લઈને ઉમેદવારો હાઈકોર્ટના દ્વારે