Lifestyle/ માર્યા વિના ઉંદરને ભગાડવાનો આ છે રામબાણ ઇલાજ…કિચનની આ વસ્તુઓ વાપરીને આ ટિપ્સ અજમાવો…

ઉંદરો (Rats)નો આતંક આપણને સૌને હેરાન-પરેશાન કરી મૂકતી સમસ્યા છે. અહિં અમે તમને એવા 5 અસરકારક ઘરગથ્થુ નુસખા વિશે જણાવવા જઇ રહ્યાં છીએ…

Trending Tips & Tricks Lifestyle
Rats, ઘરગથ્થુ નુસખા, ટિપ્સ, ઉંદરોનો ત્રાસ, ઉંદર ભગાડવા

Lifestyle: અહિં અમે તમને એવા 5 અસરકારક ઘરગથ્થુ નુસખા (Tips To Get Rid of Rats) વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેમની મદદથી તમે ઉંદરોને માર્યા વિના જ ઘર કે ઓફિસમાંથી દૂર ભગાડી શકશો!

ઘરમાં ઉંદરોનો આતંક આપણને સૌને હેરાન-પરેશાન કરી મૂકતી સમસ્યા છે. ઉંદરો ક્યારેક ખાવા-પીવાની વસ્તુઓ ગંદી કરે છે અને ભોજનનું પણ નુકસાન કરે છે તો ક્યારેક કપડાં પણ કોતરી ખાય છે! એમના આ ત્રાસથી છૂટકારો મેળવવો ઘણો જ મુશ્કેલ હોય છે.

ઉંદરોને ભગાડવાના 5 અસરકારક ઘરગથ્થુ નુસખા (Tips To Get Rid of Rats)

ઉંદરોના આતંકને ઓછો કરવા માટે લોકો ઘણા પ્રકારની દવાઓનો વપરાશ કરે છે. પરંતુ, એમને મારવા કરતા એમને ભગાડવા વધુ યોગ્ય છે અને એ માટે તમે કેટલાક ઘરગથ્થુ નુસખા અજમાવી શકો છો. અહિં અમે તમને એવા 5 અસરકારક ઘરગથ્થુ નુસખા વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેમની મદદથી તમે ઉંદરો (Rats)ને માર્યા વિના જ ઘર કે ઓફિસમાંથી દૂર ભગાડી શકશો!

Rats, ઘરગથ્થુ નુસખા, ટિપ્સ, ઉંદરોનો ત્રાસ, ઉંદર ભગાડવા

1. લાલ મરચું પાવડર

લાલ મરચા (Red Chili Powder)ની ગંધ અને બળતરા ઉંદરોને એ સ્થાનથી દૂર રાખે છે. એનો ઉપયોગ કરવા માટે તમારે બારીઓ અને દરવાજાના ખૂણા તથા ઉંદરના દર પાસે લાલ મરચાનો છંટકાવ કરી દો. જો ઘરમાં નાના બાળકો કે પાળેલા પ્રાણીઓ હોય તો આ નુસખો ન અજમાવવો જ હિતાવહ છે.

2. તમાલપત્ર

તમાલપત્ર (Bay Leaf)ની સુગંધથી ઉંદરો ભ્રમિત કરે છે અને એમને એવું લાગે છે કે એ એમના માટે ખાવાલાયક નથી! ઘરના ખૂણાઓમાં 2-3 તમાલપત્ર મૂકી દેવા જેથી એની સુગંધથી એ સ્થાનેથી ઉંદરો દૂર થઇ જાય છે.

Rats, ઘરગથ્થુ નુસખા, ટિપ્સ, ઉંદરોનો ત્રાસ, ઉંદર ભગાડવા

3. ડુંગળી અને લસણ

લસણ અને ડુંગળી (Garlic & Onion)ની તીખી અને તીવ્ર વાસ ઉંદરો માટે અસહ્ય હોય છે! ડુંગળીના ટુકડા અથવા તો લસણની કળીઓને ઉંદરોના આવાગમનના સ્થાને મૂકી દો. ડુંગળીને દર બે દિવસે બદલતા રહેવું કારણ કે એ જલદી સડી જાય છે.

4. ફટકડી

ફટકડી (Alum) ઉંદરો માટે એક કુદરતી દુશ્મન જેવી ગરજ સારે છે. ફટકડીનો પાવડર બનાવી લેવો અને એનું પાણીમાં મિશ્રણ તૈયાર કરવું અને એને ઉંદરો જ્યાં પણ આવે ત્યાં છાંટી દેવું જેથી એ ઘરમાં આવતા બંધ થઇ જશે.

Rats, ઘરગથ્થુ નુસખા, ટિપ્સ, ઉંદરોનો ત્રાસ, ઉંદર ભગાડવા

5. ફુદીનાનું તેલ

ઉંદરોને ફુદીનાની તીવ્ર વાસ જરા પણ પસંદ પડતી નથી. આથી રુના નાના-નાના પૂમડાઓ પર પેપરમિન્ટ ઓઇલ (Peppermint Oil)ના 5-10 ટીપાં ઉમેરો અને એને એવી જગ્યાઓ પર મૂકી દો કે જ્યાંથી ઉંદરો ઘરમાં ઘૂસી શકે છે કે છુપાઇ શકે છે. તમે ફુદીનાના તાજા પાનને પણ વાટીને ઉંદરના આવવાના સ્થાન પર મૂકી શકો છો.


આ પણ વાંચો: ટોયલેટથી પણ વધારે ગંદા હોય છે ઘરના આ 8 સ્થાન! રોજ કરો સફાઈ નહિં તો રોગોનું જોખમ તોળાશે!

આ પણ વાંચો: વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…

આ પણ વાંચો: દાંત પર જામેલી પીળી છારીને હટાવો, આ ઘરગથ્થું ટિપ્સથી બનાવો સફેદ-ચમકદાર…!