Dharm & Bhakti: ભારતમાં હનુમાનજીનું એક એવું અનોખુ મંદિર છે જ્યાં હનુમાનજી ડૉક્ટરના સ્વરુપે વિરાજમાન છે. આ મંદિરમાં સ્થિત ડૉક્ટર હનુમાન મંદિર (Doctor Hanuman) સાથે સંલગ્ન કહાણી શું છે અને કેવી રીતે હનુમાનજીને આ બિરુદ મળ્યું એ અંગે વિસ્તૃતપણે જાણીએ…

ભારતના રહસ્યમય મંદિરો (Temples)માં એક નામ છે મધ્યપ્રદેશ (MP)માં સ્થિત ડૉક્ટર હનુમાન મંદિર…મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં દંદરૌઆ ધામ (Dandaraua Dham, Bhind, MP)માં હનુમાનજીનું આ મંદિર સ્થિત છે. અહિંના હનુમાનજીને ડૉક્ટર હનુમાન પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં હનુમાનજીની એક મૃત્ય કરતી મૂર્તિ સ્થાપિત છે. બજરંગબલીની આ મૂર્તિને પૂજારીઓ દ્વારા ડૉક્ટરનો પોશાક પણ પહેરાવવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી આ કથા શું છે અને અહિં સ્થિત હનુમાનજીને શા માટે ડૉક્ટર કહેવામાં આવે છે?

ડૉક્ટર હનુમાન (Doctor Hanuman) મંદિર સાથે જોડાયેલી કથા
મધ્યપ્રદેશના દંદરૌઆ ધામ સાથે જોડાયેલી આ રોચક કહાણી શિવકુમાર દાસ નામના એક સાધુ સાથે સંલગ્ન છે. આ કથા અનુસાર, આ સાધુ હનુમાનજીના પરમ ભક્ત હતા અને પ્રતિદિન હનુમાનજીની પૂજા કરતા હતાય જો કે, પાછલી ઉંમરે એ કેન્સરની બીમારીની ઝપેટમાં આવી ગયા હતાય આ પીડા હોવા છતાં પણ એ હનુમાન ભક્તિમાં લીન રહેતા અને દરરોજ મંદિરે જઇને આરાધના કરતા…માનવામાં આવે છે કે, એક દિવસ હનુમાનજીએ શિવકુમારને ડૉક્ટરના રુપમાં દર્શન આપ્યા અને એમની બીમારી ઠીક થઇ ગઇ!
ત્યારથી જ આ ધામમાં હનુમાનજીને એક ચિકિત્સકના રુપમાં પૂજવાનું શરુ થયું અને એમના ભક્તોએ એમને ડૉક્ટરની ઉપાધિ અર્પણ કરી. એવુ માનવામાં આવે છે કે, આ મંદિરમાં આવીને ભક્તોના મોટામાં મોટા રોગ પણ મટી જાય છે અને આ મંદિરની આસપાસ રહેનારા લોકો પણ સ્વસ્થ રહે છે.

આ મંદિરની મૂર્તિનું રહસ્ય
ડૉક્ટર હનુમાન મંદિરમાં રાખેલી બજરંગબલીની મૂર્તિ અન્ય મૂર્તિઓથી ઘણી ભિન્ન છે. આ મૂર્તિનું સ્વરુપ ગોપી સ્વરુપ (Gopi Swarupa Hanuman) છે. એવું માનવામાં આવે છે કે 300 વર્ષ પહેલા આ મૂર્તિ એક લીમડાના વૃક્ષને કાપવા દરમિયાન પ્રાપ્ત થઇ હતી. ગોપી વેશ ધારી હનુમાનજીની આ પ્રાચીન મૂર્તિની પૂજા ત્યારથી શરુ થઇ અને દંદરૌઆ ધામમાં મૂકવામાં આવી હતી! બાદમાં હનુમાનજીના આ સ્વરુપને ડૉક્ટર હનુમાન કહેવાનું શરુ થયું.
કેટલાક ભક્તોનું માનવું છે કે અહિં સ્થિત મૂર્તિ વાસ્તવમાં નૃત્ય કરે છે જ્યારે કેટલાક આ વાતને ભ્રમ માને છે. પરંતુ, સૌ કોઇ એક વાત પર તો સંમત છે કે આ મંદિરમાં આવવાથી અને શ્રદ્ધાપૂર્વક હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોના રોગ દૂર થાય છે. ભારત જ નહિં પણ દુનિયાના અનેક દેશોમાંથી ભક્તો આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા માટે આવે છે.
આ પણ વાંચો: હનુમાન જયંતિના પાવન પર્વ પર મંગળ રચશે દુર્લભ સંયોગ…આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે..!
આ પણ વાંચો: દેવા અને ગરીબીમાંથી મળી શકે છે છૂટકારો..! રામનવમીએ કરો આ વિશેષ ઉપાયો…
આ પણ વાંચો:
