Dharma and Bhakti: જ્યારે આપણે કોઈ મોટા કામ માટે નીકળીએ છીએ અને ચારેબાજુ મુસીબતો દેખાય, ત્યારે મનનું હારી જવું સ્વાભાવિક છે. આવું જ કંઈક પવનપુત્ર હનુમાનજી (Hanumanji) સાથે થયું હતું જ્યારે તેઓ માતા સીતાની શોધમાં લંકા પહોંચ્યા હતા.
એક તરફ સોનાની લંકાની ભવ્યતા હતી તો બીજી તરફ રાવણનો અધર્મ. છતાં હનુમાનજી (Hanumanji) એ કેવી રીતે પોતાની જાતને સંભાળી અને કાર્ય સિદ્ધ કર્યું? રામાયણનો આ પ્રસંગ આજના યુવાનો અને સંઘર્ષ કરતા દરેક વ્યક્તિ માટે એક ‘માર્ગદર્શિકા’ સમાન છે.
જ્યારે હનુમાનજી (Hanumanji) અટવાયા
હનુમાનજી લંકામાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે ચારેબાજુ ભોગ-વિલાસ, નશો અને અહંકારનું વાતાવરણ હતું. તેમણે એક-એક મહેલ તપાસ્યો, પણ માતા સીતા ક્યાંય દેખાયા નહીં. ફરતા-ફરતા તેઓ રાવણના શયનખંડ સુધી પહોંચ્યા, ત્યાં પણ સીતાજી ન મળ્યા. આ સમયે હનુમાનજીના મનમાં એક પળ માટે ભયંકર નિરાશા આવી ગઈ.
તેમને વિચાર આવ્યો – “જો હું માતા સીતાની ભાળ મેળવ્યા વગર પાછો જઈશ તો પ્રભુ શ્રીરામને શું મોઢું બતાવીશ?” આ નિષ્ફળતાનો ડર તેમને કોરી ખાતો હતો. પણ ત્યારે જ તેમણે આંખો બંધ કરી, મનને શાંત કર્યું અને પ્રભુનું સ્મરણ કર્યું.
જ્યારે આંખ ખોલી ત્યારે તેમની નજર એક અલગ જ મહેલ પર પડી, જ્યાં તુલસીનો ક્યારો હતો અને હરિનામ લખેલું હતું. આ વિભીષણનું ઘર હતું. અધર્મની વચ્ચે ધર્મનું આ ચિહ્ન જોઈને હનુમાનજીમાં નવી આશા જાગી અને અંતે તેઓ અશોક વાટિકા સુધી પહોંચી ગયા.
આ પ્રસંગમાંથી મળતી 7 અમૂલ્ય શીખ (Life Lessons)
1.લક્ષ્ય પર અર્જુન જેવી નજર (Clear Vision)
લંકામાં અપાર સંપત્તિ અને સુંદરતા હતી, પણ હનુમાનજીનું મન ક્યાંય ભટક્યું નહીં. તેમનું લક્ષ્ય માત્ર સીતાજી હતા.
શીખ: જીવનમાં તમને ભટકાવવા માટે અનેક પ્રલોભનો આવશે, પણ જો તમારો ગોલ ક્લિયર હશે તો સફળતા તમને શોધતી આવશે.
2.નકારાત્મકતા વચ્ચે પણ પોઝિટિવ રહો
લંકાનું વાતાવરણ દુષિત હતું, છતાં હનુમાનજીએ પોતાના સંસ્કારો છોડ્યા નહીં.
શીખ: તમારી ઓફિસ કે સમાજમાં ભલે ગમે તેવું નેગેટિવ વાતાવરણ હોય, તમે તમારા સિદ્ધાંતો અને નૈતિકતા સાથે ક્યારેય સમાધાન ન કરો. તમારી સારી વર્તણૂક જ તમારી ઓળખ છે.
3.નિરાશા એ અંત નથી (Don’t Stop at Failure)
હનુમાન (Hanumanji) જી જેવા મહાબલી પણ નિરાશ થયા હતા. નિરાશા આવવી એ માનવ સહજ સ્વભાવ છે, પણ ત્યાં અટકી જવું એ ભૂલ છે.
શીખ: જ્યારે લાગે કે હવે કોઈ રસ્તો નથી, ત્યારે સમજવું કે તમે સફળતાની બહુ નજીક છો. થાકીને બેસી જવાને બદલે બમણા જોશથી ફરી પ્રયાસ કરો.
4.આત્મચિંતનનો પાવર (Self-Reflection)
જ્યારે મૂંઝવણ થઈ ત્યારે હનુમાનજી (Hanumanji) એ આંખો બંધ કરીને અંદરનો અવાજ સાંભળ્યો.
શીખ: જ્યારે મુસીબતો ઘેરી વળે, ત્યારે બહાર લોકોની સલાહ લેવાને બદલે થોડીવાર શાંત બેસો, ઈશ્વરને પ્રાર્થના કરો અને આત્મચિંતન કરો. જવાબ તમારી અંદર જ છે.
5.અંધારામાં પણ આશાનું કિરણ હોય છે
રાવણની લંકામાં મંદિરનું હોવું એ સાબિતી હતી કે ગમે તેવા ખરાબ સમયમાં પણ કંઈક સારું છુપાયેલું હોય છે.
શીખ: પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તક શોધતા શીખો. દરેક સમસ્યા તેની સાથે એક સમાધાન લઈને જ આવે છે, બસ આપણી નજર વિભીષણના મહેલ (સકારાત્મકતા) પર પડવી જોઈએ.
6.સજ્જનોનો સંગ કરવો
લંકામાં હનુમાનજી (Hanumanji) ને સફળતા ત્યારે જ મળી જ્યારે તેઓ વિભીષણ (સજ્જન વ્યક્તિ) ને મળ્યા.
શીખ: જીવનમાં સારા અને સાચા લોકોનો સંગાથ રાખો. માર્ગદર્શક કે ગુરુનું મળવું એ સફળતાની પહેલી સીડી છે.
7.શ્રદ્ધા અને પુરુષાર્થનું સંતુલન
હનુમાનજી (Hanumanji) રામ પર ભરોસો પણ કરતા હતા અને મહેનત પણ કરતા હતા.
શીખ: માત્ર નસીબ કે ભગવાન પર છોડી દેવાથી કંઈ થતું નથી. ‘ભરોસો ઈશ્વર પર રાખો અને મહેનત એવી કરો જાણે બધું તમારા હાથમાં છે.’
નિષ્કર્ષ: હનુમાનજી (Hanumanji)નો આ સંદેશ સ્પષ્ટ છે – મુશ્કેલ સમયમાં ધીરજ રાખો, મન શાંત રાખો અને સતત પ્રયત્ન કરતા રહો. લંકા ગમે તેટલી મોટી હોય, જો તમારો ઈરાદો મક્કમ હશે તો ‘સીતા’ રૂપી સફળતા ચોક્કસ મળશે.
આ પણ વાંચો: મૃત્યુશૈયા પર પડેલા ભીષ્મ પિતામહની આંખમાં આંસુ કેમ આવ્યા? કારણ જાણીને તમને પણ જીવન જીવવાની નવી દિશા મળશે
આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ
આ પણ વાંચો: આચાર્ય ચાણક્યની ચેતવણી: આ 3 બાબતોમાં મજાક કે બેદરકારી ભારે પડશે, રાજામાંથી રંક બની જતા વાર નહીં લાગે







