Health Tips: જ્યારે લિવરમાં હદથી વધુ ફેટ જમા થાય એને ફેટી લિવર (Fatty Liver) કહે છે. આ એક ગંભીર સ્થિતિ છે પણ તમારી જીવનશૈલી (Lifestyle)માં કેટલાક પરિવર્તનો કરીને તમે ફેટી લિવરને કંટ્રોલ કરી શકો છો. એઈમ્સના તાલીમ પામેલા તબીબ ડૉ. પ્રિયંકા સહેરાવતના કહેવા અનુસાર, પ્રારંભિક અવસ્થામાં ફેટી લિવરને કેટલાય કિસ્સાઓમાં જીવનશૈલીમાં પરિવર્તન કરીને સુધારવામાં મદદ મળી શકે છે.
આ આદતો ફેટી લિવરને રિવર્સ કરશે (These Habits will reverse Fatty Liver)
1. સંતુલિત આહાર લો
ડાયેટમાં લીલી શાકભાજી, આખું અનાજ, દાળ, ફળ, નટ્સ અને પૂરતું પ્રોટીન સામેલ કરો. ઘણું તળેલું-શેકેલું અને સેચ્યુરેટેડ ફેટયુક્ત ખાવાનું ઓછું કરવું. ગળ્યા પીણા અને વધુ શુગરવાળી વસ્તુઓનું સેવન પણ સીમિત કરવું.

2. શારીરિક પ્રવૃત્તિઓ
ફેટી લિવરમાં નિયમિત વ્યાયામ અને શારીરિક પ્રવૃત્તિઓ ફાયદાકારક હોઈ શકે છે. દરરોજ ઝડપથી ચાલવું, સાયકલ ચલાવવી, તરવું અથવા પોતાની ક્ષમતા અનુસાર અન્ય એક્સર્સાઇઝને રુટિનમાં સામેલ કરી શકાય છે. લાંબો સમય બેસી રહેવાનું ટાળવું.
3. વજન પર નિયંત્રણ
જો વજન વધુ હોય તો ધીરે-ધીરે વજન ઓછું કરવું એ લિવરમાં જમા થયેલી ફેટને ઓછી કરવામાં મદદરુપ થઈ શકે છે. ક્રેશ ડાયેટ અથવા અત્યંત ઝડપથી વજન ઘટાડવાની જગ્યાએ સંતુલિત ડાયેટ અને નિયમિત વ્યાયામ પર ધ્યાન આપવું જોઇએ.

4. વધુ ખાંડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડથી અંતર
વધુ ખાંડ અને કેલરીવાળા ખોરાકથી બચવું. કોલ્ડ ડ્રિંક, પેક જ્યુસ, મીઠાઈઓ, બિસ્કિટ, કેક, પેસ્ટ્રી અને અન્ય વધુપડતા પ્રોસેસ્ડ ફૂડ (Ultra Processed Food) ઓછા લેવા જોઇએ.
5. દારુથી બચવું
લિવર પર દારુ વધારાનું દબાણ કરે છે. જો ફેટી લિવરની સમસ્યા (Fatty Liver) હોય તો દારુ (Alcohol)નું સેવન કરતા પહેલા તબીબી સલાહ લેવી આવશ્યક છે.
6. સારી ઊંઘ લેવી
ઊંઘની ઉણપથી અને સતત તણાવ (Tension) તમારી સમગ્રતયા હૅલ્થ અને મેટાબોલિઝમને પ્રભાવિત કરી શકે છે. આથી દરરોજ પર્યાપ્ત અને સારી ગુણવત્તાયુક્ત ઊંઘ લેવાની કોશિશ કરો અને તણાવને મેનેજ કરવા માટે મેડિટેશન, યોગ અને અન્ય રિલેક્સેશન ટેકનિકો અપનાવી શકાય છે.
તબીબના મતે, જો તમને ફેટી લિવર (Fatty Liver) હોય તો એને નજરઅંદાજ ન કરવું. ડૉક્ટરની સલાહ અનુસાર આવશ્યક તપાસ અને ફૉલો અપ કરાવતા રહેવું. યોગ્ય ડાયેટ, નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને વજન પર નિયંત્રણ (Weight Control) જેવા પરિવર્તનો લિવરના સ્વાસ્થ્યને બહેતર બનાવવામાં મદદ કરી શકે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: ફેટી લિવરના કેસમાં ભારત દુનિયાના ટોપ-3 દેશોમાં, સ્થૂળતા લિવરને બનાવી રહી છે ‘ફેટી’
આ પણ વાંચો: લિવરને ધીમે-ધીમે ખતમ કરી નાખશે ખાન-પાનની આ કુટેવો…ફેટી લિવર અંગે ડૉક્ટરની ચેતવણી..!
આ પણ વાંચો: લિવરને હૅલ્ધી રાખવા માગો છો? તો રોજ પીઓ બ્લેક કૉફી…ફેટી લિવરનું જોખમ ઘટાડો!
