Lifestyle/ ચાની ગરણી ગંદી થઇ છે? કાણા બ્લૉક થઇ ગયા છે? આ 2 ક્લીનિંગ ટિપ્સમાંથી ગમે તેને અજમાવી જુઓ…

Cha ni Garni (ચાની ગરણી)ને સાફ કરવામાં તકલીફ પડે છે પણ આ નુસખાથી સ્ટીલની કે પ્લાસ્ટિકની, કોઇ પણ ગરણીને તમે ચોખ્ખી-ચણાક બનાવી શકો છો…

Trending Tips & Tricks Food Lifestyle
Cha ni Garni, ચાની ગરણી, ગંદકી, 2 ક્લીનિંગ ટિપ્સ

Lifestyle: ચા પીવી તો બધાને ગમે છે પણ પછી ચાની ગરણી (Cha ni Garni)ને સાફ કરવી એક કઠિન કાર્ય પ્રતીત થાય છે અને જો તરત જ ધોવામાં ન આવે તો તો સ્વચ્છ કરવાનું થોડું વધારે અઘરું બની જાય છે! ધીમે-ધીમે એના પર ગંદકી (Dirt) જામવા લાગે છે અને અનેક પ્રયત્નો કરવા છતાં પણ મેલ સાફ નથી થતો! ત્યારે કંટાળીને નવી ગળણી લેવાનું વિચારીએ છીએ, પણ તમારે એમ કરવાની જરુર નહિં પડે કારણ કે આ લેખમાં અમે તદ્દન સરળ ક્લીનિંગ ટિપ્સ દર્શાવી રહ્યાં છીએ જેને તમે ફૉલો કરી શકો છો.

તમારા કિચન (Kitchen)માં જ હાજર અમુક વસ્તુઓનો ઉપયોગ કરીને, ગણતરીની મિનિટોમાં જ ગળણી પર જામેલી ગંદકીને હટાવી શકો છો અને સ્ટીલની કે પ્લાસ્ટિકની, કોઇ પણ ગરણી (Steel Garni or Plastic Garni)ને તમે ફરીથી ચોખ્ખી-ચણાક બનાવી શકો છો.

Cha ni Garni, ચાની ગરણી, ગંદકી, 2 ક્લીનિંગ ટિપ્સ

ચાની ગરણી (Cha ni Garni)ની ક્લીનિંગ ટિપ્સ

ચાની ગરણી (Tea Strainer)ને સાફ કરવા માટે અહિં 2 ક્લીનિંગ ટિપ્સ (Cleaning Tips) દર્શાવેલી છે જે પૈકી તમને ગમે તે એકને ફૉલો કરી શકો છો.

બેકિંગ સોડા અને સિરકાનો ઉપયોગ

1. ચાની ગરણીમાં જો મેલ તથા ગંદકી જામી ગઇ હોય તો એને સાફ કરવા માટે સૌપ્રથમ ગૅસ ઑન કરીને એક વાસણમાં 3 ગ્લાસ જેયલું પાણી ઉમેરીને ગરમ કરવા મૂકો.

2. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે એમાં બે ચમચી વિનેગર, એક ચમચી બેકિંગ સોડા (Vinegar, Baking Soda) અને ડિશ વૉશિંગ લિકવિ્ડ ઉમેરો.

3. હવે ગંદી થયેલી સ્ટીલની કે પ્લાસ્ટિકની ગળણીને આ ઉકળેલા મિશ્રણમાં નાખો અને 10 મિનિટ સુધી રહેવા દો.

4. આ સમયાવધિ બાદ, ગળણીને બહાર કાઢો અને ટૂથબ્રશ (Toothbrush)ની મદદથી ધીમે-ધીમે ઘસીને એના ભરાયેલા કાણા સાફ કરો.

5. તરત જ તમને ફરક દેખાશે અને ગળણીમાંથી મેલ બહાર નીકળતા બ્લોકેજ (Blockage) દૂર થઇ જશે.

6. આ રીત તમે સ્ટીલની કે પ્લાસ્ટિકની, કોઇ પણ ગળણી પર અજમાવી શકો છો.

Cha ni Garni, ચાની ગરણી, ગંદકી, 2 ક્લીનિંગ ટિપ્સ

ગૅસ પર ગરમ કરવાનો પ્રયોગ

1. આ પદ્ધતિ કેવળ સ્ટીલની ગળણી માટે જ કારગર છે પ્લાસ્ટિકની ગળણી માટે નથી એનું ખાસ ધ્યાન રાખવુ.

2. સ્ટીલની ગળણીને સાફ કરવા માટેનો આ એક અસરદાર નુસખો છે. આ માટે તમારે ગૅસની ઝાળ (Gas Flame) પર સ્ટીલની ગળણીના જાળીવાળા ભાગને હળવો ગરમ કરવો.

3. આમ કરવાથી એની અંદર ફસાયેલી ચાની પત્તીઓની સૂક્ષ્મ ગંદકી બળી જશે અને એના કાણા ખુલ્લા થઇ જશે.

4. હવે તમારે ગૅસને બંધ કરી દેવો અને ગળણીને ઠંડી થવા દેવી.

5. એક સ્ક્બર (Scrubber) વડે હળવા હાથે ઘસીને એને સાફ કરો અને પાણીથી સારી રીતે ધોઇ લો.

6. આ નુસખાથી ચાની ગરણીમાં ફસાયેલી ભૂકી અને મેલ સરળતાથી બહાર નીકળી જશે.

Cha ni Garni, ચાની ગરણી, ગંદકી, 2 ક્લીનિંગ ટિપ્સ

આ બંને પૈકી કોઇ પણ ઉપાય કરવાથી તમારી ગરણીના પૂરાયેલા કાણા ખૂલી જશે અને નવી હોય એવી ચમક આવી જશે!

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વોશિંગ મશીન ગંદુ થઇ જાય તો શું કરશો? આખા મશીનની સફાઇ થશે મિનિટોમાં…આ રહી ટ્રિક્સ…

આ પણ વાંચો: હેલમેટ ને અંદર-બહાર…બંને સાઇડથી સાફ કરો…ગંદકી, વાસ અને ફૂગને દૂર કરવાની સરળ 2 ક્લીનિંગ ટિપ્સ..!

આ પણ વાંચો: ગંદા મેલાઘેલાં પગ લૂછણિયાને ધોયા વિના શી રીતે સાફ કરશો? આ ટ્રિકસ અપનાવો…