Lifestyle: કબૂતરો (Pigeons)ને અગાઉના સમયમાં સંદેશ (Message) પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા હતા. પરંતુ હવે તો આધુનિકીકરણના લીધે શહેરી આબાદીની વચ્ચે એમને આ કામમાંથી નિવૃત કરી દેવાયા છે. હવે તો એ શહેરી એપાર્ટમેન્ટ્સની બાલ્કનીમાં ગંદકી ફેલાવતા જોવા મળે છે. એમની ચરક (Pigeon Manure)થી આંગણુ તથા બાલ્કની (Balcony) ગંદા થઇ જાય છે. એવામાં અહિં દર્શાવેલી ટિપ્સ (Tips)ને ફૉલો કરીને એમને તમે ભગાડી શકો છો.
મોટા ભાગે તમે જોયું હશે કે ઘરની બાલ્કની, બારી અને આંગણામાં કબૂતર આવીને બેસી જાય છે અને ત્યાં ફર્યા કરે છે. એટલું જ નહિં પણ એમની ચરકથી ફ્લોર, બારી વગેરે ગંદા થઇ જાય છે. એ ઉપરાંત એ બાલ્કનીમાં ઉગાડેલા ફૂલોને પણ નુકસાન કરે છે. સૌથી વધુ હેરાનગતિ તો એમની બીટ્સ અર્થાત્ ચરક દ્વારા ઊભી થાય છે! આ તમામ ગંદકી (Dirt) રોગોનું કારણ પણ બની શકે છે. એવામાં લોકો કબૂતરોને ભગાડવા માટે ઘણા પ્રયાસો કરે છે પણ એ વિફળ સાબિત થાય છે. બાલ્કનીની સફાઇ કરતાં કરતાં જાણે કે દમ નીકળી જાય છે! જો તમે પણ આ સમસ્યાથી હેરાન-પરેશાન છો તો, હવે ટેન્શન કરવાની જરુર નથી! અહિં અમે તમારા માટે કેટલીક સરળ ટ્રિક્સ અને ટિપ્સ લઇને આવ્યા છીએ જેને ફૉલો કરીને તમે આસાનીથી આ પંખીઓને ભગાડી શકશો.

બાલ્કનીમાંથી કબૂતરો ને ભગાડવાના સરળ ઉપાય (How to get rid off Pigeons from Balcony?)
કબૂતર (Kabootar) એક શાંત પંખી છે એમને ચણ પાણી વગેરે આપવું પુણ્યનું કામ ગણાય છે, એમને ખુલ્લા મેદાનમાં અથવા તો ચણના કૂંડામાં જ ચણ નાખવું જોઇએ. ધાબે ખુલ્લામાં ચણ નાખવાથી ગંદકી વધે છે જે સારું નથી. એમની ચરકથી ઘરના બધા લોકો હેરાન થઇ જાય છે તો અહિં એમને ભગાડવા અંગેના કેટલાક ઉપાયો દર્શાવ્યા છે.
ચમકદાર વસ્તુઓ લટકાવવી
કબૂતર ચમકદાર વસ્તુઓ (Shiny Showpiece)થી ડરે છે. એવામાં તમે બાલ્કનીમાં જૂની સીડી, ડીવીડી, એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ અથવા નાના કાચના ચાટલાંવાળો શોપીસ લટકાવી શકો છો. આ બધું જ્યારે પણ હવાથી હાલક-ડોલક થશે ત્યારે સૂર્યની રોશનીને પરાવર્તિત કરશે અને એના પરિણામે કબૂતરો દૂર ભાગશે!
નકલી શિકારી પક્ષી
શિકારી પક્ષીઓથી એમને ડર લાગે છે અને એવામાં ઘુવડ, બાજ કે કાગડા (Owl, Hawk or Crow) જેવા શિકારી પક્ષીઓના રબર કે પ્લાસ્ટિકના નકલી મોડેલને બાલ્કનીમાં લટકાવવા જેથી એ ડરના કારણે ત્યાં નહિં આવે અને સમયાંતરે એના લટકાવવાના સ્થાન બદલતા રહેવું જેથી આ પંખીઓને એની આદત પડી જશે!
વાઇન અથવા તજનો ઉપયોગ
કબૂતરોના આતંકથી છૂટકારો મેળવવા માટે તમે વાઇન અથવા તો તજને ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એક વાસણમાં પાણી, વાઇન અને તજ પાવડર (Wine, Cinnamon Powder)ને મિક્સ કરી લો અને દિવસની શરુઆતમાં જ જ્યાં-જ્યાં આ પંખી આવતા હો ત્યાં-ત્યાં એનો છંટકાવ કરી દો. એની તીવ્ર વાસથી એ દૂર ભાગશે.

તીવ્ર વાસ વાળી વસ્તુઓ
તીવ્ર વાસ (Strong smell) વાળી વસ્તુઓથી પણ પિજન દૂર ભાગે છે. તમે આ માટે બાલ્કનીમાં કેટલાક તમાલપત્ર અથવા તો કપૂરની ગોળીઓ (Camphor tablets) મૂકી શકો છો. આ ઉપરાંત, થોડા પાણીમાં મરચાની ભૂકી મિક્સ કરીને એ દરેક જગ્યા પર સ્પ્રે કરવી જ્યાં એ બેસતા હોય! આમ કરવાથી એ તમારી બાલ્કની, આંગણાથી દૂર રહેશે.
આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો: ઘરની ભીંતો પર ફૂગ જામવાથી થઇ શકે છે જોખમી બીમારીઓ, જાણીએ મોલ્ડ એલર્જી અને બચાવની ટિપ્સ…
આ પણ વાંચો: વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…

