Lifestyle/ વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…

પડદાથી માંડીને પગ લૂછણિયા સુધીની તમામ વસ્તુને ચકચકાટ બનાવવાની ઇચ્છા બધાને જ હોય છે. મોટા ભાગે, લોકો વર્ષમાં માત્ર એક કે બે વાર પડદા ધોતા હોય…

Trending festival Tips & Tricks Lifestyle

Lifestyle: શારદીય નવરાત્રિ (Shardiya Navratri)ની વિદાય થઈ ચૂકી છે અને હવે બધાના ઘરમાં દિવાળી (Diwali)ની સાફ-સફાઇનું કામ જોર-શોરથી ચાલતુ હશે. આવા સમયે સોફા કવર, ગાદી-ગાદલાની ખોળો વગેરે તો આસાનીથી ધોઇ શકાય છે પણ વોશિંગ મશીનમાં રીંગવાળા પડદા (Curtains with Rings) શી રીતે ધોવા એની મૂંઝવણ દરેક ગૃહિણીને રહેતી હોય છે. પડદાને હાથથી ધોવાનું ઘણું કઠિન લાગે છે અને મશીનમાં ધોવા જાઓ તો, રીંગને નુકસાન થવાનો કે પછી વોશિંગ મશીન (Washing Machine) બગડવાનો ભય સતાવે છે. આવા સમયે પડદાને ધોતા અગાઉ કેટલીક સાવધાની રાખવી જરુરી હોય છે. પડદાથી માંડીને પગ લૂછણિયા સુધીની તમામ વસ્તુને ચકચકાટ બનાવવાની ઇચ્છા બધાને જ હોય છે. મોટા ભાગે, લોકો વર્ષમાં માત્ર એક કે બે વાર પડદા ધોતા હોય છે. અહિં અમે તમારા માટે અમુક ટિપ્સ (Tips) લઇને આવ્યા છીએ જેને અનુસરીને, તમે તમારા ભારેખમ રીંગ વાળા પડદાને આરામથી મશીનમાં ધોઇ શકશો તથા એનાથી તમારા પડદા કે મશીન, બંનેમાંથી કશાને નુકસાન (Damage) પણ નહિં થાય!

વોશિંગ મશીનમાં પડદા શી રીતે ધોશો?

વોશિંગ મશીનમાં પડદા ધોવા માગતા હો તો અહિં આપેલી અમુક ટિપ્સ અવશ્ય અજમાવી જુઓ.

1. દોરીનો ઉપયોગ કરો

વોશિંગ મશીનમાં પડદા ધોવા માગતા હો તો સૌપ્રથમ આવશ્યક છે કે, એની તમામ રીંગને એક મજબૂત દોરી (Cord) વડે ભેગી કરીને બાંધી દેવી. આમ કરવાથી, જ્યારે વોશિંગ મશીનમાં પડદા ધોવાશે ત્યારે એના હૂક (Hook) ફરતી વખતે તૂટશે નહિં અને રીંગ ઘસાવાના કારણે વોશિંગ મશીનમાંથી જે અવાજ આવે છે એ પણ નહિં આવે ઉપરાંત, મશીન ખરાબ પણ નહિં થાય! પડદા ધોવાઇ જાય પછી દોરી છોડીને તડકામાં સૂકવી દેવા.

2. કપડું બાંધી દેવું

તમે દોરી બાંધવા નથી માગતા તો, તમામ રીંગને એકસાથે જોડીને એની ઉપર કોઇ કપડું (Cloth) પણ બાંધીને એને કવર કરી શકો છો. આમ કરવાથી રીંગ સલામત રહેશે અને તૂટશે પણ નહિં અને મશીનને પણ કોઇ જાતનું નુકસાન નહિં થાય.

3. સાચી રીતે સૂકવો

ઘણી વાર, અમુક પડદાની રીંગ કટાઇ જતી હોય એવું લાગે છે કે, પડદાનો રંગ ફિક્કો પડેલો જણાતો હોય છે. આવા સંજોગોમાં, પડદાને તડકામાં ઊંધા સૂકવવા જેથી એનો રંગ ખરાબ ન થાય અને રીંગ વાળા ભાગને નીચેની તરફ લટકે એ રીતે સૂકવવા જોઇએ જેથી કાટ (Rust) ન લાગે.

4. લિક્વિડ ડિટર્જન્ટ વાપરો

અગત્યની બાબત એ છે કે, પડદાને ધોવા માટે લિક્વિડ ડિટર્જન્ટ (Liquid Detergent)નો જ ઉપયોગ કરવો જોઇએ. જો તમારી પાસે વોશિંગ પાઉડર હોય તો એક નાના ટમ્બલરમાં થોડું પાણી લઇને, એને વ્યવસ્થિત રીતે ઓગાળીને પછી જ ઉમેરવો જોઇએ. આમ કરવાથી, સાબુ (Soap)ના ધબ્બા પડવાની સંભાવના રહેતી નથી.

5.  લેસ વાળા પડદાને જાળવીને ધુઓ

વોશિંગ મશીનમાં પડદા ધોવાથી એ તદ્દન સ્વચ્છ થઇ જાય છે. જો કે, એમાં કોઇ નાજુક લેસ (Lace) વગેરે નથી લાગેલી એ ચૅક કરી લેવું. જો આવી ઝાલર કે લેસ જૂની થઇ ગએ હોય તો એ મશીનમાં વળી જઇને તાર-તાર થઇ શકે છે. આ સંજોગોમાં, આવા લેસ વાળા પડદાને હાથથી ધોવા જોઇએ અથવા ડ્રાય ક્લીન (Dry Clean) કરાવી લેવા હિતાવહ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો:ઘરની ભીંતો પર ફૂગ જામવાથી થઇ શકે છે જોખમી બીમારીઓ, જાણીએ મોલ્ડ એલર્જી અને બચાવની ટિપ્સ…

આ પણ વાંચો:દાંત પર જામેલી પીળી છારીને હટાવો, આ ઘરગથ્થું ટિપ્સથી બનાવો સફેદ-ચમકદાર…!