Lifestyle/ વોશિંગ મશીન ગંદુ થઇ જાય તો શું કરશો? આખા મશીનની સફાઇ થશે મિનિટોમાં…આ રહી ટ્રિક્સ…

જો તમારા મોંઘા વોશિંગ મશીનને તમારે વરસોવરસ કોઇ પણ જાતની ખરાબી વિના વાપરવું હોય અને તમારા કપડાંની હંમેશાં શ્રેષ્ઠતમ સફાઇ થતી રહે એમ ઇચ્છતા હો તો…

Trending Tips & Tricks Lifestyle

Lifestyle: આજની ગૃહિણી હોય કે કામકાજી મહિલા, સૌને રાહતનો શ્વાસ પૂરો પાડે છે વોશિંગ મશીન! એટલા આસાનીથી અને ઝડપભેર આ સાધન આપણા કપડાંની સફાઇ (Cloths Cleaning) કરી દે છે કે વાત ન પૂછો! આજના સમયમાં, મોટાભાગના ઘરોમાં આ ઉપયોગી કપડા ધોવાનું મશીન (Washing Machine) અવશ્ય જોવા મળશે. પરંતુ, એના સતત વપરાશને કારણે મશીનમાં સાબુ (Soap)ના અવશેષ જમા થતા રહે છે અને સમયાંતરે એ ગંદકી (Dirt)માં પરિવર્તિત થઇ જાય છે. આવી જમા થયેલી ગંદકી મશીનને ખરાબ તો કરે જ છે ઉપરાંત, એની કાર્યક્ષમતા અને આયુષ્ય પણ ઓછું કરે છે.

જો તમારા મોંઘા વોશિંગ મશીનને તમારે વરસોવરસ કોઇ પણ જાતની ખરાબી વિના વાપરવું હોય અને તમારા કપડાંની હંમેશાં શ્રેષ્ઠતમ સફાઇ થતી રહે એમ ઇચ્છતા હો તો તમારે નિયમિતપણે એની સંભાળ (Washing Machine Care) લેવી જરુરી છે.

અહિં અમે તમને એવા કેટલાક નુસખા (Tricks) દર્શાવવા જઇ રહ્યાં છીએ જેને અજમાવીને, તમે તમારા વોશિંગ મશીનને અંદર-બહાર બધેથી નવા જેવું ચમકાવી શકો છો. તો ચાલો જાણીએ, વોશિંગ મશીનની સફાઇની કેટલીક ઘરગથ્થું ટ્રિક્સ…

વોશિંગ મશીનની સફાઇના ઉપાયો

1. કપડાથી ઢાંકીને રાખો

સૌથી જરુરી બાબત છે કે વોશિંગ મશીનમાં ધૂળ કે માટી ન જાય. આ માટે માત્ર અંદરથી જ નહિં પરંતુ, બહારથી પણ એને દરરોજ સ્વચ્છ રાખો. શક્ય હોય તો એને કોઇ કપડા કે કવર (Cover)થી ઢાંકીને રાખવું જેથી એમાં બહારની ગંદકી ન જાય.

2. ટૂથપેસ્ટ અને જૂનું ટૂથબ્રશ ઉપયોગી

વોશિંગ મશીનના ડિટર્જન્ટ ટ્રે અથવા ગાસ્કેટ જેવા ઘણી કઠિનાઇથી સ્વચ્છ થાય એવા ભાગની સફાઇ માટે તમે જૂના-પુરાણા ટૂથબ્રશ (Used Toothbrush)નો ઉપયોગ કરી શકો છો. આ માટે જૂના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાવીને એનાથી આ ભાગોની સફાઇ કરવી. કારણ કે, ટૂથબ્રશનું નાનું માથું ગમે તેવી જગ્યાએ પહોંચી શકે છે અને એની ઉપર ટૂથપેસ્ટ લગાવીને, ઘસીને મશીનના નાના ભાગોની ગંદકીને દૂર કરી શકાય છે.

3. ડ્રાયર શીટ વાપરો

અમુક વાર ડ્રાયરમાં દુર્ગંધ આવતી હોય છે. આ સંજોગોમાં તમે ડ્રાયર શીટ (Dryer Sheet)નો ઉપયોગ કરી શકો છો. એક ખાલી ડ્રાયર શીટને અંદર નાખીને એકવાર ચલાવી લો. આનાથી મશીનની બદબૂ દૂર થઇ જશે.

4. લીંબુના રસનો પ્રયોગ

લીંબુનો રસ (Lemon Juice) આ માટે અકસીર સાબિત થાય છે. બે લીંબુને નીચોવીને એનો રસ કાઢી લો અને એમાં બિયાં ન હોય એનું ધ્યાન રાખવું. આ રસને વોશિંગ મશીનના ડ્રમની અંદર નાખો અને હવે એક સુતરાઉ કપડા (Cotton Cloth)થી એકવાર ડ્રમને સાફ (Drum Cleaning) કરવું. લીંબુનો એસિડિક ગુણ ગંદકીને હટાવે છે અને તાજી સુગંધ પણ આપે છે.

5. બેકિંગ સોડા અને વિનેગર

વોશિંગ મશીનને સ્વચ્છ કરવા માટે આ પ્રયોગ અસરદાર છે. 2 કપ વિનેગર (Vinegar)ને મશીનના ડ્રમમાં નાખો અને હાઇ સ્પીડ પર મશીન ચાલુ કરો. ત્યારબાદ, સ્ટોપ કરીને અડધો કપ બેકિંગ સોડા (Baking Soda) નાખો અને ફરીથી ચલાવો. બેકિંગ સોડા અને સિરકાના આ પ્રયોગથી ગંદકી, જીદ્દી ચીકણો મેલ અને બેક્ટેરિયા સુદ્ધાં મહદઅંશે દૂર થઇ જશે અને તમારું મશીન ચકચકાટ બની જશે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિગરેટ પીવાથી હોઠ કાળા થઇ ગયા છે? ફરીથી ગુલાબી બનાવો! આ રહી ટિપ્સ…

આ પણ વાંચો: ગંદા મેલાઘેલાં પગ લૂછણિયાને ધોયા વિના શી રીતે સાફ કરશો? આ ટ્રિકસ અપનાવો…