Deep Kissing Side Effects: પ્રેમ વ્યક્ત કરવા અને પાર્ટનરની નજીક આવવા માટે ચુંબન (Kiss) એ પહેલું પગલું માનવામાં આવે છે. સ્મૂચ (Smooch), ફ્રેન્ચ કિસ (French Kiss) કે લાંબુ ચુંબન (Deep Kissing) ખ્યાલોમાં કે ફિલ્મી પડદા પર જેટલું રોમાંચક અને ઉત્તેજક લાગે છે, વાસ્તવિક જીવનમાં તે ઘણીવાર એટલું જ પીડાદાયક અને અસહજ સાબિત થઈ શકે છે. જો લાંબા સમય સુધી કિસ કરવામાં આવે અથવા પાર્ટનરની ઓરલ હાઈજીન (મોંની સ્વચ્છતા) ખરાબ હોય, તો તમારા હોઠને ગંભીર નુકસાન પહોંચી શકે છે.
હનીમૂન પીરિયડ દરમિયાન ઘણી યુવતીઓને હોઠ પર સોજો આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ મામલો અત્યંત અંગત હોવાથી યુવતીઓ ડૉક્ટર પાસે જવામાં શરમાય છે અને ગુપ્ત રીતે ઇન્ટરનેટ પર તેના ઉપાયો શોધતી હોય છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે હોઠની ત્વચા અત્યંત સંવેદનશીલ હોવાથી તેને ખાસ કાળજીની જરૂર હોય છે.
પહેલા સમજો હોઠની રચના
હોઠ પર સોજો આવવા કે બળતરા થવાનું મુખ્ય કારણ સમજવા માટે હોઠની આંતરિક રચના સમજવી જરૂરી છે. હોઠની ત્વચા શરીરના અન્ય ભાગો કરતાં ઘણી પાતળી હોય છે અને તેના પર પરસેવાની ગ્રંથિઓ (Sweat glands) હોતી નથી, જે તેને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝ્ડ રાખી શકે.
હોઠના બહારના પડમાં મેલાનિન (જે ત્વચાને રંગ આપે છે) ખૂબ ઓછું હોય છે, તેથી હોઠનો કુદરતી રંગ ગુલાબી કે લાલ દેખાય છે. હોઠની કિનારી જે થોડી જાડી અને ત્વચા સાથે જોડાયેલી હોય છે, તેને વર્મીલિયન બોર્ડર કહે છે. આ હોઠને ચોક્કસ આકાર (Shape) આપે છે. હોઠનો અંદરનો ભાગ જે લાળ (Saliva) ના સંપર્કમાં રહે છે તેને મ્યુકોસા કહે છે. ડીપ કિસ દરમિયાન આ ભાગ સૌથી વધુ સક્રિય રહે છે.

હોઠમાં ‘ઓર્બિક્યુલરિસ ઓરિસ’ (Orbicularis Oris) નામની માસપેશી હોય છે, જેને ‘ચુંબન માસપેશી’ પણ કહેવામાં આવે છે. તે હોઠને હલાવવામાં અને કિસ (Kiss) કરવામાં મદદ કરે છે. હોઠમાં અસંખ્ય ઝીણી નસો (Nerves) હોય છે જે સીધી મગજ સાથે જોડાયેલી હોય છે. ચુંબન વખતે ‘ફીલ ગુડ હોર્મોન્સ’ રીલીઝ કરવાનું કામ આ નસો જ કરે છે.
ડીપ કિસિંગના આડઅસરો (Side Effects of Deep Kissing)
મેડિકલ રિસર્ચ અનુસાર, માનવ હોઠ સામાન્ય રીતે માત્ર 1 થી 2 મિનિટનું ચુંબન જ સહન કરી શકે છે. તેનાથી વધારે સમય સુધી સખત રીતે કિસ કરવાથી નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે:
લાંબા સમય સુધી કિસ (Kiss) કરવાથી હોઠ પરનું કુદરતી તેલ કે વસા સુકાઈ જાય છે, જેનાથી હોઠ એકદમ રફ અને ડ્રાય થઈ જાય છે. અતિશય ઘર્ષણને કારણે હોઠની પાતળી ત્વચા છોલાઈ જાય છે, તે ફાટવા લાગે છે અને લોહી પણ નીકળી શકે છે. હોઠ છોલાઈ જવાથી તેમાં લાંબા સમય સુધી બળતરા થાય છે. ખાસ કરીને જો પાર્ટનરને સ્મોકિંગ (ધૂમ્રપાન), ગુટખા કે લવિંગ ચાવવાની આદત હોય તો બળતરાનું પ્રમાણ વધી જાય છે.
જો કિસ (Kiss) દરમિયાન માત્ર એક જ પાર્ટનર એક્ટિવ હોય અને બીજો પાર્ટનર હોઠને સ્થિર રાખે, તો તેને એકતરફી ચુંબન કહેવાય છે. આનાથી હોઠ અને ચહેરા પર સોજો આવવાનું જોખમ બમણું થઈ જાય છે. સતત અને લાંબા સમય સુધી કિસ(Kiss) કરવાથી શ્વાસ રૂંધાવાની કે શ્વાસ ફૂલવાની સમસ્યા થઈ શકે છે, ખાસ કરીને અસ્થમાના દર્દીઓ માટે આ સ્થિતિ જોખમી છે. જો પાર્ટનરની ઓરલ હાઈજીન ખરાબ હોય, તો બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે. ચુંબન અને ઓરલ સેક્સના કારણે લાળ દ્વારા ‘હર્પીસ’ (Herpes) જેવો ગંભીર વાયરલ ઇન્ફેક્શન ફેલાવવાનું જોખમ સૌથી વધુ રહે છે.
હોઠના સોજાથી રાહત મેળવવાના સરળ ઉપાયો
ડીપ કિસિંગ (Kiss) પછી જો હોઠ પર સામાન્ય સોજો આવ્યો હોય, તો તે થોડા કલાકોમાં આપોઆપ મટી જાય છે. પરંતુ જો સોજો વધારે હોય તો તમે આ ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો:
સુતરાઉ (કોટન) કપડાને ઠંડા પાણીમાં પલાળીને હોઠ (Kiss) પર હળવો શેક કરો. આનાથી હોઠની રક્તવાહિનીઓ શાંત થશે અને સોજો ઝડપથી ઉતરી જશે. જો હોઠ સુકાઈ ગયા હોય કે પપડી વળી ગઈ હોય, તો તેના પર ઘરના દૂધની તાજી મલાઈ લગાવો. મલાઈ હોઠને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝ્ડ અને સોફ્ટ બનાવશે. હોઠની ગુમાવેલી ભેજ પાછી મેળવવા માટે દિવસભર પુષ્કળ પાણી અથવા લિક્વિડ ડાયટ લો. સોજા દરમિયાન ચા, કોફી કે કોલ્ડ્રિંક્સ પીવાનું ટાળો, કારણ કે તે હોઠને વધુ ડ્રાય કરે છે.
હોઠને સુરક્ષિત રાખવા માટે ગ્લિસરીન અને વિટામિન-E યુક્ત સારા બ્રાન્ડેડ લિપ બામ કે લિપસ્ટિકનો ઉપયોગ કરો, જેથી બહારના વાતાવરણથી હોઠ બચી શકે. જો સોજો અને દુખાવો વધારે હોય, તો તમે નજીકના મેડિકલ સ્ટોર પરથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળતી સામાન્ય પેઈન કિલર કે એન્ટી-ઈન્ફ્લેમેટરી ક્રીમ લગાવી શકો છો.
ડૉક્ટર પાસે ક્યારે જવું જરૂરી?
જો હોઠ પરનો સોજો 24 કલાક કરતા વધુ સમય સુધી રહે, હોઠ(Lips)માંથી સતત લોહી નીકળતું હોય, કશું પણ ખાવા-પીવામાં અસહ્ય દુખાવો થતો હોય અથવા ઇન્ફેક્શનના કારણે હોઠની આસપાસ નાના ફોલ્લા દેખાવા લાગે, તો જરાય શરમાયા વિના તાત્કાલિક સ્કીન સ્પેશિયાલિસ્ટ (Dermatologist) નો સંપર્ક કરવો જોઈએ.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.




