Relationship News/ ફ્લેવર્ડ કોન્ડમ વાપરતા પહેલા વાંચી લેજો આ ચેતવણી, મહિલાઓમાં વધી શકે છે ઈન્ફેક્શનનું જોખમ

ફ્લેવર્ડ Condom નો દરરોજ ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલી સુગર અને કેમિકલ્સ મહિલાઓમાં ઈન્ફેક્શનનું કારણ બને છે. જાણો ફ્લેવર્ડ કોન્ડમના સાઈડ ઈફેક્ટ્સ અને સાવચેતી વિશે.

Trending Tips & Tricks Lifestyle Relationships
Condom

Health Risks of Flavoured Condoms: સુરક્ષિત સેક્સ લાઈફ માટે કોન્ડમનો ઉપયોગ અનિવાર્ય છે, પરંતુ માર્કેટમાં મળતા વિવિધ ફ્લેવર્ડ કોન્ડમ (ચોકલેટ, સ્ટ્રોબેરી, લીચી વગેરે) તમારી હેલ્થ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. એક્સપર્ટ્સના મતે, ફ્લેવર્ડ કોન્ડમ માત્ર ઓરલ સેક્સ માટે બનાવવામાં આવ્યા છે, તેનો સામાન્ય ઉપયોગ સ્વાસ્થ્ય બગાડી શકે છે.

Condom

કેમ નુકસાનકારક છે ફ્લેવર્ડ Condom?

સુગરનું ઊંચું પ્રમાણ: ફ્લેવર્ડ કોન્ડમને (Condom) સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં આર્ટિફિશિયલ સુગર અને કલરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સુગર મહિલાઓના પ્રાઈવેટ પાર્ટના pH લેવલને બગાડી શકે છે, જેનાથી યીસ્ટ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે.

કેમિકલ્સ અને બળતરા: આ કોન્ડમમાં (Condom) રહેલા એક્સ્ટ્રા કેમિકલ્સ અને આર્ટિફિશિયલ ફ્લેવર્સ મોં અને યોનિમાર્ગમાં બળતરા તેમજ એલર્જી પેદા કરી શકે છે.

ઓરલ ઈન્ફેક્શન: જો હાઈજીનનું ધ્યાન ન રાખવામાં આવે તો ઓરલ સેક્સ દરમિયાન હર્પીસ, ગોનોરિયા અને સિફિલિસ જેવા ગંભીર રોગો થવાની શક્યતા રહે છે.

Condom

સેક્સ દરમિયાન આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

યોગ્ય પસંદગી: ઓરલ સેક્સ માટે જ ફ્લેવર્ડ કોન્ડમનો (Condom) ઉપયોગ કરો, જ્યારે વેજાયનલ સેક્સ માટે હંમેશા પ્લેન અથવા નોર્મલ કોન્ડમનો આગ્રહ રાખો.

એક્સપાયરી ડેટ: ઉપયોગ કરતા પહેલા હંમેશા એક્સપાયરી ડેટ ચેક કરો.

નવો કોન્ડમ: દર વખતે નવા અને સ્વચ્છ કોન્ડમનો (Condom) જ ઉપયોગ કરો.

હાઈજીન: સેક્સ પછી હાઈજીન પર પૂરતું ધ્યાન આપો અને જો કોઈ ઈન્ફેક્શન કે બળતરા જણાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.

નિકાલ: ઉપયોગ કર્યા પછી કોન્ડમનો સુરક્ષિત રીતે ડસ્ટબિનમાં નિકાલ કરો.

વધારે પડતા સુગંધિત અને કેમિકલયુક્ત કોન્ડમનો (Condom) ઉપયોગ ટાળવો એ જ લાંબા ગાળે તમારી સેક્સ લાઈફ અને હેલ્થ માટે હિતાવહ છે.


આ પણ વાંચો: પ્રાચીન ભારતમાં સેક્સ પર પ્રતિબંધ નહોતો, મંદિરોની દિવાલો પર કંડારેલું છે ‘કામસૂત્ર’, જાણો રોચક ઇતિહાસ

આ પણ વાંચો: સેક્સ દરમિયાન પાર્ટનરને ક્યારેય ના કહેશો આ 5 વાતો, સુખી લગ્નજીવન માટે જાણી લો આ ખાસ ટિપ્સ